તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વડિયા ગ્રામ પંચાયત દ્વારા કેબીન ધારકોને વેરા ભરપાઈ કરવા નોટીસ

વડિયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ઉપરોક્ત કેબીન ધારકોને નોટિસ ફટકારાઈ - Divya Bhaskar
ઉપરોક્ત કેબીન ધારકોને નોટિસ ફટકારાઈ
 • ગ્રામપંચાયતની જગ્યામાં બનેલી કેબીનો પણ પેટામાં ભાડે અપાય છે

વડિયા ગ્રામ પંચાયતની મુખ્ય રોડ પર આવેલી જમીનમાં છેલ્લા ઘણા સમયથી કેબીન ધારકોએ પોતાની કેબીનરૂપી દુકાનો બનાવીને તેને બીજા વ્યક્તિઓને ભાડે આપવા ઉપરાંત વેચાણ પણ કરેલ હોવાનુ ધ્યાને આવતા વડિયા ગ્રામ પંચાયતના વેરા અને જમીન ભાડાના બાકી પૈસા નીકળતા હાેય નાેટીસ ફટકારવામા અાવી હતી.

વડિયા ગ્રામપંચાયત હાલ આર્થિક સંકળામણમાં હોય ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓના પગાર છેલ્લા નવ માસથી બાકી છે. વીજળી બિલ પણ બાકી છે. સાથે સાથે ગ્રામપંચાયતને પાણીની લાઈનો, ગટર લાઈનોના સમારકામ માટે ખર્ચ થતા હોય તે માટે હાલ વેરા રૂપી બાકી નીકળતા નાણા મેળવવા ગ્રામપંચાયતની સામાન્ય સભામા આ કેબીન ધારકો પાસેથી બાકી નીકળતા નાણાંની કડક વસુલાત કરવા સરપંચ રમાબેન અને ઉપસરપંચ છગનભાઇ ઢોલરીયા દ્વારા દરેક કેબીન ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે.

જો કે આ કેબિનો જે જગ્યા પર બની છે. તેને બીજા વ્યક્તિઓને ગ્રામપંચાયતની મંજૂરી વગર વેચ્યાનુ પણ સામે આવ્યુ છે. તેથી હાલ ગ્રામપંચાયતના બાકી નીકળતા વેરાની ઉઘરાણી માટે કડક હાથે કામગીરી હાથ ધરી હોવાનુ સામે આવી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો