વડિયા તાલુકાનો બનાવ:અભ્યાસ માટે રાજકોટ જવું ગમતું ન હોવાથી વિદ્યાર્ખીએ એસીડ પીને જીવન લીલા સંકેવી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વડિયા તાલુકાના લુણીધારનો બનાવ
  • યુવક માતા-પિતાને કહી શકતો ન હોય ભર્યું અંતિમ પગલું

વડીયા તાલુકાના લુણીધારમા રહેતો એક યુવક ધોરણ 11મા રાજકોટ અભ્યાસ કરતો હોય અને હવે ધોરણ 12મા પણ અહી જ રહેવાનુ હોય પરંતુ તેને ગમતુ ન હોય એસીડ પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. યુવકે એસીડ પી આપઘાત કરી લીધાની આ ઘટના વડીયાના લુણીધારમા બની હતી. અહી રહેતો દર્શિલ ભરતભાઇ સરધારા (ઉ.વ.17)નામનો યુવક ધોરણ 11મા રાજકોટ અભ્યાસ કરતો હતો.

હવે ધોરણ 12ના અભ્યાસ માટે પણ રાજકોટ જવાનુ હોય પરંતુ તેને રાજકોટ રહેવુ ગમતુ ન હોય તે માતાપિતાને વાત કહી શકતો ન હોય અને ત્યાં એકલવાયુ લાગતુ હોય પોતાની મેળે સોડાની બોટલમા એસીડ ભરી પી લીધુ હતુ. યુવકને સારવાર માટે પ્રથમ અમરેલી દવાખાને અને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામા આવ્યો હતો. જો કે ત્યાં સારવાર દરમિયાન તેનુ મોત થયુ હતુ. દર્શિલ એકનો એક પુત્ર હોય પરિવાર પર આભ તુટી પડયુ હતુ. બનાવ અંગે એએસઆઇ એમ.એન.ગઢવી આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...