તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:33 શાળામાં ધો.1માં એકેય બાળકે પ્રવેશ ન લીધો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 4 શાળા બંધ થઈ ગઈ : સરકારી શાળામાં પ્રવેશ માટે ધસારો વધ્યો : આર.ટી.ઇ. હેઠળ ગત વર્ષની સરખામણીમાં 433 સીટ ઘટી

અમરેલી જિલ્લામાં 228 ખાનગી પ્રાથમિક શાળામાંથી 33 શાળામાં ધોરણ 1માં એકેય બાળકે પ્રવેશ લીધો નથી. અને 4 શાળા એડમિશનના અભાવે બંધ કરી દેવામાં આવી છે. કોરોના મહામારીમાં સરકારી શાળામાં પ્રવેશ વધ્યો છે. જિલ્લામાં 33 શાળામાં ધોરણ 1માં એક પણ બાળકે પ્રવેશ ન લેતા આર.ટી.ઇ હેઠળ ગત વર્ષની સરખામણીમાં 433 સીટમાં ઘટાડો થયો છે.

કોરોનાએ ખાનગી શાળામાં શિક્ષણક્ષેત્રનું સમગ્ર ચિત્ર પલાવી નાખ્યું છે. વાલી ફીના બોજથી પોતાના સંતાનને સરકારી શાળામાં દાખલ કરાવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં 228 ખાનગી પ્રાથમિક શાળા આવેલી છે. પણ કોરોના કાળમાં સમગ્ર વર્ષ શાળા બંધ રહી હતી. અને વાલીઓને ઓનલાઈન શિક્ષણની ફી ભરવી પડી હતી. ત્યારે નવા સત્રમાં શિક્ષણક્ષેત્રે મોટા ઉલટફેર જોવા મળે છે. જિલ્લાની 33 ખાનગી શાળામાં ધોરણ 1માં એક પણ બાળકે પ્રવેશ લીધો ન હતો. જેના કારણે સ્કૂલ સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે.

જિલ્લામાં 33 શાળામાં ધોરણ 1માં જીરો બાળકોની અસર આરટીઇના પ્રવેશ પર પડી છે. ગત વર્ષે જિલ્લામાં આર.ટી.ઇ હેઠળ 1350 સીટ હતી. પરંતુ ઓણસાલ 433 સીટના ઘટાડા સાથે માત્ર 917 સીટ પર જ બાળકોને ખાનગી શાળામાં ધોરણ 1માં પ્રવેશ મળશે. અને અત્યાર સુધીમાં 1846 વાલીઓએ આરટીઇ હેઠળ પ્રવેશ માટે અરજીઓ કરી છે.

હજુ પણ આગામી 5મી સુધી વાલીઓ ખાનગી શાળામાં પ્રવેશ માટે આરટીઇ હેઠળ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. પણ કોરોના કાળમાં ખાનગી શાળાઓમાં બાળકોનો પ્રવાહ ઘટી રહ્યો છે. એ વાત ચોક્કસ છે. ચાલુ સાલે સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ એકમા 11033 બાળકોએ પ્રવેશ લીધો હતો. જેની સામે ખાનગી શાળાઓમાં પ્રવેશ લેનારા બાળકોની સંખ્યા ખૂબ જ ઓછી છે.

6 જૂનથી અરજીઓને મંજુરી આપવાની શરૂઆત કરાશે : જિ. પ્રા. શિક્ષણાધિકારી
અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને એમ.જી.પ્રજાપતિએ જણાવ્યું હતું કે જિલ્લામાં આર.ટી.ઇ હેઠળ પ્રવેશ માટે 1900 અરજીઓ આવી છે. જેમાંથી 54 અરજી વાલીઓએ પોતે રદ કરી છે. 1846 અરજીઓ આવી છે. જેના એપૃવલની કામગીરી 6 જૂનથી કરાશે.

ખાનગી શાળામાંથી 866 છાત્રોએ સરકારી શાળામાં પ્રવેશ લીધો
ધોરણસંખ્યા
ધોરણ 287
ધોરણ 3147
ધોરણ 4144
ધોરણ 5133
ધોરણ 6135
ધોરણ 7110
ધોરણ 8105
આરટીઇની અરજી આવી
તાલુકોશાળાઅરજી
અમરેલી50140
બાબરા25163
બગસરા18163
ધારી22144
જાફરાબાદ12171
ખાંભા7173
કુંકાવાવ10150
લાઠી15153
લીલીયા5163
રાજુલા25158
સાવરકુંડલા39144

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...