તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:વડિયામાં તાઉતેથી થયેલ 200 ખેડૂતની તલની નુકસાનીનો સર્વે હાથ ધરાયો નથી

વડીયા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉપસરપંચે મામલતદારને આવેદનપત્ર પાઠવી વળતર આપવા માંગણી

વડીયામાં વાવાઝોડાના કારણે ઉનાળુ તલના પાકને નુકશાન પહોંચ્યું હતું. ખેતીવાડી તંત્રએ નુકશાનીનો સર્વે હાથ ધર્યો હતો. પણ 200 જેટલા ખેડૂતોનો સર્વે થયો નથી. જેના કારણે ગ્રામ પંચાયતના ઉપ સરપંચે સર્વેમાં બાકી રહી ગયેલા ખેડૂતોને વળતર આપવા માટે મામલતદારને આવેદનપત્ર પાઠવી માંગણી કરી હતી.

વડીયા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ છગનભાઇ ઢોલરીયાએ જણાવ્યું હતું કે વાડીયામાં વાવાઝોડાના કારણે લોકોના મકાનના નળીયા અને પતરા ઉડી ગયા હતા. પણ આજદિન સુધી તંત્ર સર્વે કરવા જ પહોંચ્યું નથી. સર્વેની ટીમ ન આવતા લોકો ચિંતાતુર બન્યા છે. વડીયામાં મકાનની નુકશાનીનો સર્વે કરવા તેમણે માંગણી કરી હતી. બીજી તરફ વડીયામાં ઉનાળુ પાકમાં તલનું વધુ વાવેતર થયું હતું. વાવાઝોડા દરમિયાન તલનો પાક તબાહ થઈ ગયો હતો.

વડીયા પંથકના ખેડૂતોએ તલના પાકને નુકશાની અંગે ગ્રામ પંચાયતને રજૂઆત કરી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે વડીયામાં ખેતીવાડીમાં નુકશાનીના સર્વેમાં 200 જેટલા ખેડૂતો બાકી છે. સર્વેની ટીમ સ્થળ પર પહોંચી જ નથી. સર્વેમાં બાકી રહી ગયેલા ખેડૂતોને વળતર આપવા સરપંચે માંગણી કરી છે. તસ્વીર - જીતેષગીરી ગોસાઈ

અન્ય સમાચારો પણ છે...