અણઘડ વહિવટ:નથી RFO, નથી સ્ટાફ, રાજુલા પંથકના સાવજો ભગવાનના ભરોસે

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
સિંહની ફાઇલ તસવીર - Divya Bhaskar
સિંહની ફાઇલ તસવીર
  • જયાં સાૈથી વધુ સાવજાે છે તે વિસ્તારમાં જ વનતંત્રનાે અણઘડ વહિવટ
  • કર્મચારીઅાે માટે કવાર્ટર અને વાહનાે પણ નથી : ટ્રેકરાેને મહિનાઅાેથી નથી મળ્યાે પગાર

રાજુલા જાફરાબાદ વિસ્તારમા અમરેલી જિલ્લામા સાૈથી વધુ સાવજાેની વસતિ છે. પરંતુ રાજુલા વિસ્તારમા જ વનતંત્રનાે સાૈથી વધુ અણઘડ વહિવટ છે. અહી ન તાે અારઅેફઅાે છે કે ન તાે પુરતી સંખ્યામા ગાર્ડ, ટ્રેકરાેને પગાર મળતાે નથી, સ્ટાફ માટે પુરતા વાહનાે નથી. જેને પગલે રાજુલા પંથકના 50 જેટલા સાવજાે ભગવાન ભરાેસે છે. હકિકતમા પાલિતાણા ડિવીઝનનાે વહિવટ જ કથળ્યાે છે. રાજય સરકારે ઉતાવળમા વાસ્તવિક સ્થિતિને સમજયા વગર બે વર્ષ પહેલા પાલિતાણામા વનતંત્રના શેત્રુંજી ડિવીઝનને મંજુરી અાપી દીધી હતી. અહી માત્ર અેક રૂમમા ડિવીઝન કચેરી શરૂ કરી દેવાઇ હતી. રાજુલા અને જાફરાબાદ પંથકને શેત્રુંજી ડિવીઝન હેઠળ રાખવામા અાવ્યા છે. અને તેના કારણે બે વર્ષથી અહી વનતંત્રની કામગીરી ટલ્લે ચડી છે. રાજુલા અને જાફરાબાદમા હાલમા ઇન્ચાર્જ અારઅેફઅાેથી કામ રાેડવવામા અાવી રહ્યું છે. માત્ર અારઅેફઅાેની જગ્યા ખાલી છે અેટલુ જ નથી છ ગાર્ડની પણ જગ્યા ખાલી છે. અપુરતા સ્ટાફના કારણે અા બંને રેંજ રેઢાપડ જેવી બની છે. સાવજાેની રક્ષા માટે અા બંને રેંજ ખુબ સંવેદનશીલ છે. કારણ કે રાજુલા પંથકમા 50 થી વધુ સાવજાે અને બંને રેંજમા મળી 75થી વધુ સાવજાેનાે વસવાટ છે. ભારે ઉદ્યાેગાેના કારણે અહી હેવી લાેડેડ વાહનાે અને માલગાડીઅાેની સતત અવરજવર રહે છે. જેના કારણે સાવજાે સતત અકસ્માતનાે ભાેગ બનતા રહે છે. અા વિસ્તારમા માેટા પ્રમાણમા ગેરકાયદે લાયન શાે પણ થાય છે. ટ્રેન હેઠળ સાવજાે કચડાઇ જવાની કે વાહનાે હેઠળ સાવજાે કચડાવાની ઘટના સમયાંતરે બનતી રહે છે. જેથી અહી પુરતા સ્ટાફની જરૂર છે. અહી જે થાેડાે ઘણાે સ્ટાફ છે તેને પણ વડી કચેરીના કામ સબબ 100 કિમી દુર પાલિતાણાનાે ધક્કાે ખાવાે પડે છે. અને તેની પાછળ અાખાે દિવસ નીકળી જતાે હાેય સાવજાેની રક્ષા માટે કાેઇ ધ્યાન અપાતુ નથી. અહી પુરતાે સ્ટાફ મુકી સાવજાેની રક્ષા કરવાના બદલે તંત્ર અહીના સાવજાેને બહાર ખદેડી રહ્યું છે.

ખુદ ડીસીઅેફની કચેરી સુવિધા વિહાેણી
રાજુલા અને જાફરાબાદ રેંજમા પુરતી સુવિધા અાપવાની જેની જવાબદારી છે તે પાલિતાણાની શેત્રુજી ડિવીઝનના ડીસીઅેફની અાેફિસ પણ સુવિધા વિહાેણી છે. અહી ભાવનગર રેંજની જુની અાેફિસમા અેક રૂમ અાપી દેવાયાે છે જેનાથી ગાડુ ગબડાવાઇ રહ્યું છે.

પગાર બીલના અભાવે 25 પાણીના પાેઇન્ટ બંધ
રાજુલા જાફરાબાદ વિસ્તારમા સાૈથી વધુ સાવજાેની વસતિ છે. પરંતુ રાજુલા વિસ્તારમા જ વનતંત્રનાે સાૈથી વધુ અણઘડ વહિવટ છે. અહી ન તાે અારઅેફઅાે છે કે ન તાે પુરતી સંખ્યામા ગાર્ડ, ટ્રેકરાેને પગાર મળતાે નથી, સ્ટાફ માટે પુરતા વાહનાે નથી. જેને પગલે રાજુલા પંથકના 50 જેટલા સાવજાે ભગવાન ભરાેસે છે. હકિકતમા પાલિતાણા ડિવીઝનનાે વહિવટ જ કથળ્યાે છે.

સર્વે વગર ડિવીઝનને મંજુરી
જિલ્લાના પુર્વ વાઇલ્ડ લાઇફ વાેર્ડન વિપુલભાઇ લહેરીઅે જણાવ્યું હતુ કે સરકારે કાેઇ સર્વે કર્યા વગર જ શેત્રુજી ડિવીઝનને મંજુરી અાપી દીધી હતી. રાજુલા જાફરાબાદમા સાવજાેની સ્થિતિ અંગે સરકારે સર્વે કર્યાે હાેત તાે અા વિસ્તાર અથવા સાવરકુંડલા ખાંભા વિસ્તારમા ડિવીઝન બનાવ્યુ હાેત.> લહેરી

અન્ય સમાચારો પણ છે...