શિયાળબેટ ટાપુના લોકોની અનોખી પરંપરા:કોઈ ઘરને તાળા મારતું નથી, સાંકળ પર બાંધેલા કપડાંથી ખબર પડે છે ઘરધણી કયા ગામ ગયા છે!

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખારા સમુદ્રની વચ્ચે ટાપુના તળમાં મળે છે મીઠું પાણી

અેક સમયે વ્યાપાર ઉદ્યાેગથી ધમધમતા અા ટાપુ પર હાલમા માછીમાર સમાજના પાંચ હજારથી વધુ લાેકાે વસવાટ કરે છે. માેટાભાગના લાેકાે અશિક્ષિત છે. પુરૂષ વર્ગ માેટાભાગે વર્ષમા ચાર માસ જ ઘરમા હાેય છે. બાકીના અાઠ માસ સુધી માછીમારી માટે દરિયામા હાેય છે. હમણા સુધી વિજળીની કાેઇ સગવડ ન ધરાવતા અા ટાપુ પર લાેકાે જાણે 18મી સદીના અંધકાર યુગમા જીવતા હતા. અેટલે જ અા ટાપુ પર ચાેરી જેવા દુષણનાે પણ લાેકાેને ડર નથી. કાેઇને બહારગામ જવાનુ થાય ત્યારે ઘરને તાળા મારવા પડતા નથી.

માત્ર દરવાજાે બંધ કરી સાંકળ વાસી દેવાની.વિશિષ્ટ પરંપરા અે છે કે બહારગામ જતી વખતે ઘરધણી દરવાજાની સાંકળ પર ચાેક્કસ રંગનુ કપડુ બાંધે છે. જેના અાધારે ટાપુના અન્ય લાેકાેને અે જાણકારી મળે છે કે ઘરધણી કયા ગામ ગયા છે. અહીથી કાેઇ રાજુલા જાય તાે ઘરના દરવાજે લીલુ કપડુ બાંધે છે. અને જાે જાફરાબાદ જવાનુ થાય તાે દરવાજે કાળુ કપડુ બાંધેલુ હેાય છે.

અાવી જ રીતે કાેઇ દરિયામા માછીમારી માટે જાય તાે અલગ રંગનુ કપડુ અને અન્ય કાેઇ ગામ જવાનુ થાય તાે અલગ રંગનુ કપડુ લગાવવામા અાવે છે. દરવાજાને તાળુ લગાવવાના બદલે સાંકળ પર કપડાની ગાંઠ લગાવવામા અાવે છે. અહીના લાેકાે માછીમારી કરી પાેતાનુ ગુજરાન ચલાવે છે. ટાપુ પર બહારથી ભાગ્યે જ કાેઇ અાવે છે.

ટાપુ પર પહાેંચવા માટે હાેડી સિવાય વાહન વ્યવહારનુ કાેઇ જ સાધન નથી. રસાેઇથી માંડી અંતિમક્રિયા કે ઇમારતી લાકડાની જરૂર પડે તાે હાેડી મારફત બહારથી લવાય છે. કાેઇ વ્યકિત બિમાર હાેય તાે તેને પણ હાેડી મારફત હાેસ્પિટલે લઇ જવાય છે. અહી નાેકરી કરતા કર્મચારીઅાે પણ હાેડીમા જ અપડાઉન કરે છે. અેટલુ જ નહી હવે અહી રેશનીંગનાે સામાન પણ અા માર્ગે જ પહાેંચાડવામા અાવે છે.

અને તાજેતરમા અહી ખાેલેલી રેશનીંગની દુકાન મારફત લાેકાેને અાપવામા અાવે છે. પુર્વ સરપંચ હમીરભાઇ અને પુર્વ ધારાસભ્ય હિરાભાઇ સાેલંકી અા વિસ્તારમા જુદીજુદી સુવિધાઅાે ઉભી કરવા માટે સતત સરકારમા રજુઅાતાે કરતા રહે છે. તાજેતરમા અહી વિજળી પહાેંચતા હવે લાેકાેઅે ટીવી ખરીદવાનુ પણ શરૂ કર્યુ છે.

માેબાઇલ પણ સરળતાથી રીચાર્જ થઇ જાય છે. અહી ભલે માેબાઇલ ટાવર ન હાેય પરંતુ પીપાવાવના માેબાઇલ ટાવરાેનુ કવરેજ મળતુ હાેય લાેકાે માેબાઇલનાે ઉપયાેગ કરતા થયા છે. છેલ્લા અેક દાયકામા અહી જીવનશૈલીમા ઝડપથી બદલાવ અાવી રહ્યાે છે.

તાજેતરમા જ ટાપુ પર પહાેંચ્યા છે વિજળી, પાણી
દેશના અેન્જીનીયરાેઅે કમાલ કરી અરબી સમુદ્રના પેટાળમા મહિ યાેજનાની પાઇપ લાઇન બીછાવી મીઠુ પાણી શિયાળબેટ ટાપુ પર પહાેંચાડયુ છે. ત્રણ વર્ષથી અહી મહિ યાેજનાનુ પાણી નિયમીત મળી રહ્યું છે. ત્યારબાદ સમુદ્રના પેટાળમા કેબલ પાથરી અહી વિજળી પણ પહાેંચાડવામા અાવી છે. જેનાથી અહીના લાેકાેના જીવનમા બદલાવ અાવ્યાે છે.

માત્ર 1 કિમી દુર છે અતિ અાધુનિક જીંદગી
જે રીતે શિયાળબેટના લાેકાે અાધુનિક સુખ સુવિધાઅાે અને ભાૈતિક સગવડાેથી વંચિત છે તેનાથી તદન વિપરીત સામાકાંઠે પીપાવાવ પાેર્ટ ધમધમી રહ્યું છે. ઉચ્ચ ટેકનાેલાેજી અને અાધુનિક સગવડતાઅાેથી સજ્જ પાેર્ટમા રાેશનીની ઝાકમઝાેળ છે. તેની સામે ટાપુ પર જાણે અંધકાર યુગ ચાલી રહ્યાે છે. માત્ર અેક કિમીના અંતરે અા વિરાેધાભાસ જાેવા મળી રહ્યાે છે.

ટાપુની બાઉન્ડ્રીમાં થઇ રહ્યું છે પાેલાણ
ટાપુના તળમા મીઠુ પાણી છે પરંતુ દરિયાની થપાટાેથી હવે ટાપુની બાઉન્ડ્રીમા પાેલાણ થઇ રહ્યું છે. હિરાભાઇ સાેલંકીઅે વિકટરથી ચાંચબંદર સુધી પુલ બનાવવા રજુઅાત કરી છે. જેથી શિયાળબેટ, ખેરા પટવા, સમઢીયાળાના લાેકાેને ફાયદાે થશે.

અન્ય સમાચારો પણ છે...