તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયમોની ઐસીતૈસી:ન માસ્ક ન સોશ્યલ ડિસ્ટન્સ, તંત્રના પણ આંખ મિચામણાં, જિલ્લામાં કાબુમાં આવેલો કોરોના ફરી વકરશે ?

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આમ જનતાને તગડો દંડ ફટકારનાર તંત્ર નેતાઓ સામે લાચાર

અમરેલી જિલ્લામાં મહા મહેનતે કોરોના કાબુમાં આવ્યો છે. કોરોનાના કેસો ઘટાડવા માટે જે રીતે તંત્રએ મહેનત કરવી પડી છે તેવી જ રીતે લોકોએ પણ જાગરૂકતા દાખવી હતી. જેથી હાલમાં કેસો તળિયે પહોંચ્યા છે. પરંતુ હવે નેતાઓ અને કાર્યકરોને ચૂંટણી લડવી છે. પોતાના સ્વાર્થ માટે નેતાઓ નિયમોની ઐસીતૈસી કરી જંગી ટોળાઓ એકઠા કરી રહ્યા છે. જે ન તો સોશિયલ ડિસ્ટન્સ જાળવે છે, કે ન તો માસ્ક પહેરે છે. છતાં તેમની સામે આંખ આડા કાન કરવાની જાણે તંત્રની મજબૂરી છે.

શહેરમાં બજારમાં જો કોઈ વ્યક્તિ માસ્ક વગર નજરે પડે તો તંત્ર તુરંત દંડ ફટકારે છે. વેપારી તેની દુકાનમાં પણ જો માસ્ક નીચું કરે તો પણ દંડ ફટકારવામાં આવે છે. મજૂરી કરી પેટીયુ રળતા ગરીબ માણસોને પણ તંત્રએ મૂક્યા નથી. પરંતુ આ જ વહીવટી તંત્ર નેતાઓ સામે લાચાર છે. ખાસ કરીને સત્તાધારી પક્ષના નેતાઓ સામે તો હરફ ઉચ્ચારવાની પણ તંત્રની હિંમત નથી. ચૂંટણીના માહોલમાં નેતાઓ ટોળા લઈને સરકારી કચેરીઓમાં ઘુસી રહ્યા છે. સતાધારી પક્ષ સામે કોઇ કાર્યવાહી થતી ન હોવાથી વિપક્ષના કાર્યકરો સામે પણ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી વિવાદ ન થાય.

એકંદરે તમામ રાજકીય પક્ષો કોરોના ગાઇડ લાઇનનો ભંગ કરે તો તંત્ર તેમને નજર અંદાજ કરી રહ્યું છે.ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં તો હદ થઈ ગઈ. નેતાઓ સેંકડો લોકોના ટોળા સાથે સોશિયલ ડિસ્ટન્સ પાળ્યા વગર જ અને માસ્ક પહેર્યા વગર જ સરકારી કચેરીઓમાં ઘૂસી ગયા. અને ફોર્મ પણ ભર્યા. પાછલા કેટલાક સમયથી અમરેલી જિલ્લામાં કોરોના નિયંત્રણમાં છે. પરંતુ ચૂંટણીનો માહોલ પતતા જ આ રાજકીય નેતાઓના પ્રતાપે જિલ્લામાં કોરોનાના કેસમાં ભયંકર ઉછાળો આવે તો નવાઈ નહીં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો