તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીની પંચાયત મહાસંગ્રામ 2021:પાલિકા-પંચાયતની ચૂંટણીમાં પ્રથમ દિવસે જિલ્લામાં એકેય ફાેર્મ ન ભરાયું

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જાે કે ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારાેઅે માેટી સંખ્યામાં ફાેર્મ ઉપાડયા

સાેમવારથી અમરેલી જિલ્લામા પંચાયત અને પાલિકાની ચુંટણી પ્રક્રિયાનાે અારંભ થઇ ગયાે હતાે. ફાેર્મ ભરવાના અાજે પ્રથમ દિવસે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે નગરપાલિકા માટે અેકપણ ફાેર્મ ભરાયુ ન હતુ. પ્રથમ દિવસે માેટી સંખ્યામા લાેકાે ઉમેદવારીપત્રાે તંત્ર પાસેથી લઇ ગયા હતા.

અમરેલી જિલ્લામા સાવરકુંડલા, અમરેલી, બગસરા, બાબરા અને દામનગર અેમ પાંચ નગરપાલિકા તથા જિલ્લાની તમામ 11 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય ચુંટણીની પ્રક્રિયાનાે અાજથી અારંભ થયાે હતાે. જાહેરનામુ બહાર પડતાની સાથે જ પંચાયત અને પાલિકાની ચુંટણી માટે ફાેર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ હતી. અાજે ફાેર્મ ભરવાનાે પ્રથમ જ દિવસ હાેય ઉમેદવારી માટે કાેઇ વિશેષ ઉત્સાહ જાેવા મળ્યાે ન હતેા. મુખ્ય બે રાજકીય પક્ષાે ભારતીય જનતા પાર્ટી અને કાેંગ્રેસના તાે હજુ ઉમેદવારાે જ ફાઇનલ થયા નથી.

જયારે અન્ય માન્ય રાજકીય પક્ષાેઅે પણ ઉમેદવારાેના નામ જાહેર કર્યા નથી. અાવા સંજાેગાેમા માેટાભાગે અપક્ષ ઉમેદવારાેના ફાેર્મ ભરાવાની શકયતા હતી પરંતુ પ્રથમ દિવસે અેકેય ફાેર્મ ભરાયુ નથી. અલબત જુદાજુદા તાલુકા મથકાે પર ઉમેદવારીપત્રાે લઇ જવા માટે ચાૈક્કસ હડીયાપાટી નજરે પડી હતી અને પ્રથમ દિવસે માેટી સંખ્યામા ઉમેદવારીપત્રાે ઉપડયા હતા.

દામનગર : ફાેર્મ લેતા પહેલા તંત્રનુ બાકી લેણું ભરવું પડયું
દામનગર નગરપાલિકાની ચુંટણી માટે અાજે 36 લાેકાેઅે ફાેર્મ ઉપાડયા હતા. જાે કે ફાેર્મ લેતા પહેલા સરકારી તંત્રના બાકી રકમ ચુકવવા માટે પણ ઉમેદવારાેઅે હડીયાપાટી કરી હતી. ચુંટણીને પગલે પાલિકાને 15 વર્ષ જુની રકમની રીકવરી પણ થઇ હતી.

બાબરા પાલિકા માટે 20 ફાેર્મ ઉપડયા
બાબરામા અાજે પાલિકા પંચાયતની ચુંટણી માટે કુલ 30 ફાેર્મ ઉપડયા હતા. જેમાથી નગરપાલિકાની ચુંટણી લડવા માટે 20 ફાેર્મ, તાલુકા પંચાયતની ચુંટણી લડવા માટે 4 ફાેર્મ અને જિલ્લા પંચાયતની ચુંટણી માટે 6 ફાેર્મ ઉપડયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો