તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ કાયદાનો વિરોધ:અમરેલી જિલ્લામાં ખેડૂત આંદોલનની કોઈ અસર નહી

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિવિધ સંગઠને દિલ્હી ખાતેના આંદોલને સમર્થન જાહેર કર્યું

અમરેલી જિલ્લામાં ખેડૂત આંદોલનમાં ચક્કાજામની કોઈ અસર ન થઈ હતી. પરંતુ વિવિધ સંગઠન દ્વારા દિલ્હી ખાતે ચાલી રહેલ ખેડૂત આંદોલનને સમર્થન કર્યું હતું. જિલ્લાના નેશનલ અને સ્ટેટ હાઇવે પર ચક્કાજામના દ્રશ્ય સર્જાયા ન હતા. દિલ્હીની બોર્ડર પર છેલ્લા 75 દિવસથી ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે આંદોલનને પગલે આજે દેશભરમાં નેશનલ અને સ્ટેટ હાઇવે પર ચક્કાજામનું ખેડૂતોએ એલાન કર્યું હતું. પરંતુ અમરેલી જિલ્લામાં આ આંદોલનને સમર્થન મળ્યું ન હતું. તેમજ ચકાકાજામ કરવામાં આવ્યું ન હતું. જિલ્લા ખેડૂત એકતા મંચના પ્રમુખ મહેશભાઇ ચોડવડીયાએ જણાવ્યું હતું કે તમામ ખેડૂતોનું દિલ્લીના ખેડૂત આંદોલનને સમર્થન છે.

કિશાન સંઘના પ્રમુખ વસંતભાઇ ભંડેરીએ જણાવ્યું હતું કે અમે કૃષિ કાયદાના સુધારાના સમર્થનમાં છીએ. પરંતુ ચક્કાજામના સમર્થનમાં નથી. લાઠીના ભાલવાવના ખેડૂત અગ્રણી અને કિસાન સેલના ગુજરાત કો. ઓર્ડિનેટર નરેશભાઇ હીરાણીએ જણાવ્યું હતું કે દિલ્હીના આંદોલને ટેકો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો