કાર્યવાહી:બાબરાની સીમમાં નવ જુગારી ઝડપાયા, 1 શખ્સ નાસી છૂટ્યો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં પોલીસની કાર્યવાહી છતાં જુગારની બદી અટકવાનું નામ નથી લેતી
  • પોલીસે રોકડ, મોબાઇલ, મોટર સાયકલ મળી 1.10 લાખનો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી હાથ ધરી

જિલ્લામા જુગારની બદીને ડામવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે એલસીબી પોલીસે બાતમીના આધારે બાબરાની સીમમા એક વાડીમા જુગાર અંગે દરોડો પાડી નવ જુગારીને ઝડપી લઇ 1.10 લાખનો મુદામાલ કબજે લીધો હતો.એલસીબી પોલીસે જુગારનો આ દરોડો બાબરામા પટેલ સંકુલ પાછળ સીમમા વનરાજભાઇ પ્રતાપભાઇ બસીયાની વાડીમા આવેલ ઝુંપડીમા પાડયો હતો.

અહી પોલીસે મુકેશ ધીરૂભાઇ જાસલીયા, શૈલેષ નાજાભાઇ આહલગામા, મનજી મોહનભાઇ વાટુકીયા, ભરત બચુભાઇ રાઠોડ, અરજણ જગાભાઇ પરમાર, મગન બચુભાઇ રાવોલીયા, અતુલ કેશુભાઇ સાકરીયા નામના શખ્સોને ઝડપી લીધા હતા. જયારે અન્ય એક શખ્સ નાસી છુટયો હતો. પોલીસે અહીથી રોકડ રૂપિયા 15450 તેમજ મોબાઇલ નંગ-7 કિમત રૂપિયા 35 હજાર તથા મોટર સાયકલ નંગ-3 કિમત રૂપિયા 60 હજાર મળી કુલ રૂપિયા 1,10,450નો મુદામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...