વીજ શોક આપ્યાની આશંકા:મુળિયાપાટમાં શંકાસ્પદ હાલતમાં નીલગાયનો મૃતદેહ મળી આવ્યો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દામનગરના મુળીયાપાટ ગામની સીમમાંથી એક નિલગાયનો મૃતદેહ મળી આવ્યો હતો. અહી વિજ શોકના કારણે નિલગાયનું મોત નીપજ્યું હોવાની આશંકા સેવાઇ રહી છે. વન વિભાગ યોગ્ય તપાસ કરે તેવી સ્થાનિક લોકોએ માંગણી કરી હતી.

મુળીયાપાટ વિસ્તારમાં મોટા પ્રમાણમાં નીલગાય વાસવાટ કરે છે. અહી ગતરાત્રી ગામની સીમમાંથી એક નીલગાયનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે મૃત નીલગાયે ચાર દિવસ પહેલા એક બચ્ચાને જન્મ આપ્યો હતો. તેનો જ મૃતદેહ મુળીયાપાટ ગામની સીમમાથી મળી આવ્યો છે. નીલગાયનું પ્રાથમિક દષ્ટીએ વિજ શોક આપવાથી મૃત્યું થયું હોવાનું જણાઈ રહ્યું છે.

અહીના વિસ્તારમાં ટુક સમયમાં જ નીલગાયના મૃતદેહ મળી આવવાની ત્રીજી ઘટના સામે આવી છે. આવા સમયે વન વિભાગ યોગ્ય કામગીરી કરે તેવી સ્થાનિક લોકોમાં અને પર્યાવરણ પ્રેમીઓમાં માંગણી ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...