સમારોહ:કળાની નિજાનંદી પ્રસ્તુતિ એટલે પરમોત્સવ: પૂ.મોરારીબાપુ

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તલગાજરડામાં સમુહ લગ્ન અને સંતવાણી એવોર્ડ સમારોહ યોજાયો

તલગાજરડામા પુ.પ્રભુદાસબાપુની પુણ્યતિથીના ઉપલક્ષ્યમા સમુહ લગ્ન અને સંતવાણી એવોર્ડનુ આયોજન કરાયુ હતુ. અહી પુ.મોરારીબાપુએ જણાવ્યું હતુ કે કળાની નિજાનંદી પ્રસ્તુતિ એટલે પરમોત્સવ. પુ.બાપુએ વધુમા જણાવ્યું હતુ કે ભજન એ ઉચ્ચાર નથી એ સ્વયં આચાર છે. તેથી આપણે સરકારની તમામ આચાર સંહિતાનુ પાલન ચુસ્ત રીતે કરીએ છીએ. ઉત્સવો નાચતા નાચતા થાય, મહોત્સવ બુધ્ધ પુરૂષોની સંનિધ્ધિમા યોજાય અને પરમોત્સવ એટલે કે તમારી પાસે જે કળા છે તેને તમે તમારા નિજાનંદ માટે જયાં પ્રસ્તુત કરો તે પરમોત્સવ છે. તલગાજરડા દુનિયાની તમામ કળાઓને આવકારે છે.

હનુમાનજી કળાથી પ્રસન્ન થાય છે અને આપણે આ ઉપક્રમથી દિશામા જઇએ છીએ.એવોર્ડ સમારોહમા સર્જકવંદના માટે દાસીજીવણ જગ્યા ઘોઘાવદરના મહંત પુ.શામળદાસબાપુ, ભજનીક ખેતશીભાઇ ગઢવી, હર્ષદભાઇ રાવલ, આનંદભાઇ મકવાણા, પરબતભાઇ પટેલને પ્રશસ્તીપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરી તેમની ભાવવંદના કરવામા આવી હતી. અહી લલીતાબેન ઘોડાદ્રા, પરશોતમપરી બાપુ, શૈલેષ મહારાજ, રામદાસ ગોંડલીયા, જયશ્રી માતાજીએ પોતાની વાણી પ્રસ્તુત કરી હતી. કાર્યક્રમનુ સંચાલન હરિશ્ચંદભાઇ જોષીએ કર્યુ હતુ. સંકલન જયદેવ માંકડે સંભાળ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...