તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીની આવક:વરસાદના નવા રાઉન્ડથી જિલ્લાના 4 જળાશયમાં નવા નીરની આવક

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ધાતરવડી 1 અને 2, સુરજવડી તથા શેલ દેદુમલ ડેમમાંથી છલકાઈ રહ્યું છે પાણી
  • ઓણસાલ વાવાઝોડામાં ભારે વરસાદ પડતાં બાદ 1 પખવાડિયું ખેંચાતા પણ જળાશયોની સ્થિતી સારી જોવા મળી રહી છે

અમરેલીમાં ગઈકાલે બે ઇંચ વરસાદ પડી ગયો હતો ઉપરાંત ખાંભા અને સાવરકુંડલા પંથકમાં પડેલા વરસાદના કારણે જિલ્લાના ચાર જળાશયોમાં નવા નીરની આવક થઇ હતી. આ ચારેય જળાશયો આમ તો પહેલેથી જ ઓવરફલો થઇ રહ્યા છે.જિલ્લામાં ચોમાસાના આરંભે વરસાદ ભલે હજુ અપૂરતો હોય પરંતુ જળાશયોની સ્થિતિ પ્રમાણમાં કંઈક સારી છે. જિલ્લાના ચાર જળાશયો તો સંપૂર્ણ ભરેલા છે. આવુ વાવાઝોડા વખતે પડેલા ભારે વરસાદના કારણે થયું છે. છેલ્લા એક પખવાડિયાથી વરસાદ ખેંચાયા બાદ ગઇકાલના વરસાદથી ફરી જળાશયોમાં નવા નીર આવ્યા છે.

સાવરકુંડલા અને ખાંભા પંથકમાં પડેલા વરસાદના કારણે ધાતરવડી એક અને બે ડેમમાં નવા પાણીની આવક થઇ હતી. ધાતરવડી એક ડેમમાંથી હાલ 16 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. જ્યાંરે ધાતરવડી બે ડેમમાંથી 38 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. શેલ દેદુમલ અને સૂરજ વડી ડેમ પણ અગાઉથી છલકાયેલા છે. આ ડેમમાં નવું પાણી આવતા શેલ દેદુમલ ડેમમાંથી 53 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. જ્યારે સુરજવડી ડેમમાંથી 21 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...