તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણીનો ઉત્સાહ:નવી આશા, અરમાનો સાથે થશે અરુણોદય, કોરોનાની નિરાશા ખંખેરી નવા વર્ષના વધામણાં માટે જન હૈયામાં થનગનાટ : નવા વર્ષમાં વિશ્વને મહામારીથી મુક્તિ મળવાની આશા

અમરેલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકોએ દિપાવલીની પણ શાનદાર ઉજવણી કરી, રવિવારે ધોકાના પડતર દિવસે પણ તહેવારની ઉજવણીનો ઉત્સાહ રહ્યો

અમરેલી પંથકના લોકોએ દિપાવલી પર્વની ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરી છે અને આવતીકાલે નવા વર્ષના ઉમંગભેર વધામણા થશે. કોરોના કાળની નિરાશાને ખંખેરી આ વિસ્તારના લોકોમાં નવા વર્ષના વધામણાં માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. નવા સંકલ્પો અને વિચારો સાથે આવતીકાલનો અરુણોદય અનેક આશાઓ લઈને આવી રહ્યો છે.પાછલા આઠ માસથી સમગ્ર ભારત વર્ષમાં તહેવારોની ઉજવણી જાણે થંભી ગઈ છે. જન્માષ્ટમીથી લઇ નવરાત્રી સુધીના તહેવારોની ઉજવણી તદ્દન ફીક્કી જોવા મળી હતી. કોરોના મહામારીના કારણે આ તહેવારોની ઉજવણીમાં પરંપરાગત રીતે જોવા મળતો ઉત્સાહ અને ઉમંગ ક્યાંય નજરે પડયો ન હતો. પરંતુ દિપાવલીના પર્વ પર ચિત્ર બદલાઈ ગયું છે.

ભારતના આ સૌથી મોટા પર્વની ઉજવણી ઉમંગ અને ઉલ્લાસ સાથે થઈ રહી છે. મહામારી જનમાનસમાં છવાઈ હતી પરંતુ પ્રકાશના પર્વ પર લોકોના માનસ પરથી આ મહામારીનો ડર પણ દૂર થઇ ગયો છે. ત્યારે આવતીકાલે ઉત્સાહભેર નવા વર્ષના વધામણા કરવામાં આવશે. અમરેલી પંથકના લોકોએ ગઈકાલે હૈયામાં ઉમંગ સાથે દીપાવલીની શાનદાર ઉજવણી કરી હતી. સર્વત્ર ખુશી અને માંગલ્યનો માહોલ જોવા મળ્યો હતો. આજે તો ધોકાના પડતર દિવસે પણ તહેવારની ઉજવણીનો ઉત્સાહ યથાવત હતો. આવતીકાલનો અરુણોદય ઉમંગ અને આશાઓ સાથે થઈ રહ્યો છે.

નવા વર્ષને આવકારવા લોકોમાં અનેરો થનગનાટ નજરે પડી રહ્યો છે. વીતેલા આઠ માસ ઉચાટ અને ચિંતામાં વીત્યા છે મહામારી એ લોકોને અનેક પીડા આપી હતી પરંતુ આવનારું નવું વર્ષ માત્ર આ વિસ્તાર નહીં પરંતુ સમગ્ર વિશ્વને મહામારી માંથી મુક્તિ અપાવશે તેવી જાન હૈયામાં આશા છે ધીમા પડેલા વેપાર-ધંધા ફરી વેગવંતા થશે. સર્વત્ર મંગળ મંગળ વર્તાશે. તેવા અરમાનો સાથે જન હૈયા નવા વર્ષને આવકારશે.

હવે લાભપાંચમ સુધી બજાર સૂમસામ
સામાન્ય રીતે બેસતા વર્ષના દિવસે વેપાર ધંધો કરી લીધા બાદ અમરેલીના વેપારીઓ લાભપાંચમ સુધી પોતાના વેપાર-ધંધા બંધ રાખે છે. અને લાભ પાંચમના મુહૂર્તમાં ફરી વ્યાપારનો આરંભ કરે છે. જોકે અત્યાર સુધી મંદીનો માર સહન કરનારા વેપારીમાંથી કેટલાક વેપારીઓ રાબેતા મુજબ વ્યાપાર શરૂ રાખે તેવી પણ શક્યતા છે.

ધર્મસ્થાનોમાં યાત્રાળુની ભીડ ઉમટશે
ગીર અને ગીરકાંઠાના સુપ્રસિદ્ધ ધર્મસ્થાનો આસ્થાના મોટા કેન્દ્રો છે. દેશભરમાંથી અહીં યાત્રાળુઓ ઉમટે છે. કનકાઈ, બાણેજ, તુલસીશ્યામ, ગળધરા ખોડિયાર, સત્તાધાર, ભુરખિયા, પરબ સહિતના ધર્મસ્થાનો આ વિસ્તારમાંથી લોકોની મોટી અવરજવર રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો