કપાસની આવક:અમરેલી માર્કેટ યાર્ડમાં નવા કપાસની આવક,યાર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત ખેડૂતને મણના 6061 ભાવ મળ્યો

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેપારી સહિતના ઉમટ્યા. - Divya Bhaskar
વેપારી સહિતના ઉમટ્યા.

અમરેલીના માર્કેટયાર્ડ ખાતે સીઝનના નવા કપાસની આવક શરૂ થઈ હતી. અહી યાર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત પ્રથમ કપાસ લાવનાર ખેડૂતને પ્રતિ મણ રૂપિયા 6061નો ભાવ મળ્યો હતો. ખેડૂતોએ પણ નવા કપાસને વધાવી હરરાજી કરી હતી.અમરેલી માર્કેટયાર્ડમાં વડેરા ગામના ખેડૂત મનુભાઈએ આજે સીઝનનો 22 કિલો કપાસ પટેલ બ્રધર્સની દલાલી હેઠળ લાવ્યા હતા.

નવા કપાસની આવક થયેલ હોવાથી વેપારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અને કપાસને વધાવી લઈ હરરાજીમાં પ્રતિ મણના રૂપિયા 6061ના ભાવે ઉમિયા ટ્રેડીંગવાળા મુકેશભાઈ જાવીયાએ ખરીદી કરી હતી.યાર્ડમાં ઈતિહાસમાં પ્રથમ વખત નવા કપાસને આવકારવા ખેડૂતને ઉચો ભાવ મળતા ચેરમેન પી.પી. સોજીત્રા અને બોર્ડના ડિરેક્ટરોએ વેપારીઓને બીરદાવ્યા હતા. અમરેલી પંથકમાં કપાસની વિણ શરૂ થઈ જતા આગામી દિવસોમાં કપાસની આવકમાં વધારો થશે.