મુસાફરોની સુવિધામાં વધારો:રાજુલા એસ.ટી.ડેપોમાં અમદાવાદ-બાપુનગર રૂટમાં રાજય સરકાર દ્વારા નવી બસ ફાળવાઈ, આગેવાનોએ લીલીઝંડી આપી

અમરેલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજય સરકાર દ્વારા સૌરાષ્ટ્રમાં એસ.ટી.વિભાગને મોટા રૂટમાં જૂની જર્જરિત એસ.ટી.બસો બદલાવી નવી બસો ફાળવવાનું શરૂ કર્યું છે ત્યારે અમરેલી જિલ્લામાં આવેલ અતિ મહત્વનો રાજુલા એસ.ટી.ડેપો કે જ્યા કોસ્ટલ બેલ્ટ હોવાને કારણે ગુજરાતી પરપ્રાંતી માણસો સૌથી વધારે મુસાફરી કરતા હોય છે ત્યા આજે અમદાવાદ-બાપુનગર રૂટની એસ.ટી.બસ જૂની બદલાવી રાજય સરકાર દ્વારા નવી બસ ફાળવતા રાજુલા ભાજપનું પ્રતિનિધી મંડળ ઉપસ્થિત રહી લીલીજંડી આપી એસ.ટી.બસ શરૂ કરવામાં આવી છે. એસ.ટી ડેપો મેનેજર સહિત કર્મચારીઓ, આગેવાનો વેપારીઓ ઉપસ્થિત રહ્યા અને મુસાફરી કરી લોકાર્પણ કરી નવી એસ.ટી.બસ ખુલ્લી મુકાય છે.

ગુજરાત કિસાન પ્રદેશ ભાજપ નેતા રવુભાઈ ખુમાણના અધ્યક્ષ સ્થાને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજુલા ખરીદ સંઘ વેચાણ પ્રમુખ જીજ્ઞેશભાઈ પટેલ,ચેમ્બર પ્રમુખ ગૌરાંગભાઈ,યુવા નેતા સાગરભાઈ સરવૈયા, તાલુકા ભાજપ પ્રમુખ હરસુરભાઈ લાખણોત્રા,વેપારી અગ્રણી બકુલભાઈ વોરા,રણછોડભાઈ મકવાણા,મુકેશભાઈ,કાનભાઈ,સરપંચ પ્રતાપભાઈ બેપારિયા સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોકાર્પણ કાર્યક્રમ કરી નવી એસ.ટી.બસને આવકારી હતી. ભાજપ નેતા રવુભાઈ ખુમાણએ જણાવ્યું હતું કે, રાજય સરકારનો હું આભાર માનુ છું. બાપુનગર રૂટની નવી બસ ફાળવી વર્ષો પહેલા એસ.ટી.બસ અતિ ખખધજો હતી. આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં હવે મુસાફરો આધુનિક નવી બસોમાં મુસાફરી કરી રહ્યા છે અને મેં આજે જાતે મુસાફરી કરી છે. ખૂબ આનંદ આવ્યો અને મુસાફરોનો પણ આ નવી બસના કારણે ઉત્સાહ વધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...