જાનથી મારી નાખવાની ધમકી:લાઠીના બાઇ દુધાળામાં મહિલા પર દુષ્કર્મ ગુજારી પાડોશી પરિવારે કર્યો ખુની હુમલો

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહિલાની એકલતાનો લાભ લઇ મોઢે ડુચો દઇ દુષ્કર્મ આચર્યું

લાઠી તાલુકાના બાઇ દુધાળા ગામની એક 42 વર્ષીય મહિલા ઘરે એકલી હતી ત્યારે આ જ ગામના શખ્સે ઘરમા ઘુસી સાડી વડે મોઢા પર ડુચો દઇ દુષ્કર્મ આચરી ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

મહિલા પર દુષ્કર્મની આ ઘટના લાઠી તાલુકાના બાઇ દુધાળા ગામે 30મી તારીખની બપોરે એકાદ વાગ્યાના સુમારે બની હતી. અહીની એક 42 વર્ષીય મહિલાએ આ બારામા તે જ ગામના વિશાલ બધા ગોહિલ નામના શખ્સ સામે લાઠી પોલીસમા ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે જણાવ્યું છે કે બનાવના દિવસે તે બપોરે ઘરે એકલી હતી ત્યારે વિશાલ ગોહિલ તેના ઘરમા ઘુસી આવ્યો હતો અને બિભત્સ માંગણી કરી હતી.

બિભત્સ માંગણીનો ઇનકાર કરતા આ શખ્સ ઉશ્કેરાઇ ગયો હતો. અને આ મહિલાને બળજબરીથી ઢસડીને ઘરની અંદર લઇ જઇ સાડી વડે મોઢા વડે ડુચો મારી તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ. એટલુ જ નહી આ અંગે કોઇને વાત કરશે તો મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. લાઠીના પીએસઆઇ જે.પી.ગઢવીએ આ બારામા ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

આરોપીની માતા પર ખપાળીથી હુમલો
દરમિયાન વિશાલની માતા નંદુબેન બધાભાઇ ગોહિલે આ બારામા પિડીત મહિલાના પરિવારના બે પુરૂષો સામે આ મુદે મારામારી કરવા સબબ ફરિયાદ નોંધાવી હતી. આ મહિલાને ગાળો દેવા ઉપરાંત તેની દીકરી રીંકલને લાકડા વડે મારમારી તથા દીકરા પ્રદીપને ખપાળીથી મારમારી ઇજા પહોંચાડાઇ હતી.

દુષ્કર્મીના પરિવારે કર્યો હુમલો
દરમિયાન આ મુદે તકરાર થતા દુષ્કર્મી વિશાલ બધા ગોહિલ ઉપરાંત તેનો ભાઇ પ્રદીપ બધા, માતા નંદુ બધા, સાજીયાવદરના દીપક નામના શખ્સે હુમલો કર્યો હતો. પિડિતાના પતિ, સાસુ વિગેરેને મારમાર્યો હતો અને તેના પતિની આંખમા મરચુ છાંટી ખપાળીના ઘા મારી ઇજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...