તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તેલ લેવા દોટ:રાજુલાના ધુડિયા આગરિયા નજીક ટેન્કરચાલકે કાબૂ ગુમાવતાં સીંગતેલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું, લોકોએ ડોલ-ડબલા ભરી તેલની લૂંટ ચલાવી

અમરેલી2 મહિનો પહેલા
તેલ લેવા માટે પડાપડી - Divya Bhaskar
તેલ લેવા માટે પડાપડી
  • ટેન્કરચાલકે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો

અમરેલી જિલ્લાના રાજુલાના ધુડિયા આગરિયા નજીક આજે ટેન્કરચાલકે કાબૂ ગુમાવતાં સીંગતેલ ભરેલું ટેન્કર રોડ પર પલટી મારી ગયું હતું, જેથી આસપાસના લોકો ડોલ-ડબલા લઈને તેલ લેવા માટે દોડ્યા હતા અને તેલની લૂંટ ચલાવી હતી.

સીંગતેલનું ટેન્કર પલટી મારી જતાં રસ્તા પર તેલની રેલમછેલ જોવા મળી હતી.

તેલ લેવા લોકોની દોડાદોડી.
તેલ લેવા લોકોની દોડાદોડી.

લોકો ડોલ અને કેરબામાં તેલ ભરતા જોવા મળ્યા
રાજુલા સાવરકુંડલા માર્ગ વચ્ચે સીંગતેલ ભરેલું ટેન્કર પલટી મારી જતાં તેલ રસ્તા પર વહેવા લાગ્યું હતું. ઘટનાની જાણ થતાં જ લોકો વહેલી સવારે તેલ લેવા માટે દોટ મૂકી હતી. આ ઘટના ધુડિયા આગરિયા ગામ નજીક બની હતી. લોકો ડોલ, કેરબા સહિતનાં વાસણો લઈને તેલ ભરતા જોવા મળ્યા હતા.

મહિલાઓએ કેરબામાં તેલ ભર્યું.
મહિલાઓએ કેરબામાં તેલ ભર્યું.

ટેન્કરચાલકે કાબૂ ગુમાવતાં અકસ્માત થયો હતો
ટેન્કરના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં તેલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું હતું. ટેન્કર પલટી જતાં રસ્તા પર તેલની રેલમછેલ સર્જાઇ હતી અને આ બનાવની જાણ વાયુવેગે ફેલાતાં લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં અને તેલ લેવા માટે દોડાદોડ કરી હતી.

લોકો તેલ લેવા માટે દોડાદોડી કરતા જોવા મળ્યા હતા.
લોકો તેલ લેવા માટે દોડાદોડી કરતા જોવા મળ્યા હતા.

(જયદેવ વરૂ-અમરેલી)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો