તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:ભીલડી નજીક 3 શખ્સાેએ વીજકર્મચારીને મારમાર્યાે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરજી કર્યાનું મનદુ:ખ રાખી ગાળાે આપી ધમકી દીધી

બાબરા તાલુકાના ભીલડી અને લુણકી વચ્ચે બાઇક લઇને પસાર થઇ રહેલા અેક વિજકર્મીને ત્રણ શખ્સાેઅે રસ્તામા અાંતરી બાબરા કચેરીમા ફરજ બજાવતા કર્મચારી સામે કેમ અરજી કરી છે કહી બાેલાચાલી કરી લાકડી વડે મારમારી ધમકી અાપતા તેણે અા બારામા બાબરા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

વિજકર્મીને મારમાર્યાની અા ઘટના બાબરાના ભીલડી અને લુણકી વચ્ચે બની હતી. મહેશભાઇ બાબુભાઇ ભેડા (ઉ.વ.44) નામના કર્મચારીઅાે બાબરા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે સાંજના સાડા છઅેક વાગ્યે અમરેલીથી પરત ઘરે બાઇક લઇને અાવી રહ્યાં હતા ત્યારે રસ્તામા ત્રણ અજાણ્યા શખ્સાેઅે તેમને ઉભા રાખી તે બાબરા જીઇબી કચેરીમા ફરજ બજાવતા દેવભાઇ ભુપતભાઇ ધરમાણી વિરૂધ્ધ કેમ અરજી કરી છે તેમ કહ્યું હતુ. જાે કે તેણે કાેઇ અરજી કરી નથી તેમ કહેતા આ શખ્સાે ઉશ્કેરાઇ ગયા હતા.આ શખ્સાેઅે તેમને લાકડી વડે તેમજ ઢીકાપાટુનાે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ કે.ડી.રાઠાેડ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...