તંત્ર એલર્ટ:ભારે વરસાદની આગાહીને લઇ અમરેલીમાં 25 જવાનો સાથે NDRF ટીમ તૈનાત

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાબરા પંથકમાં મધરાતે વરસાદ વરસ્યો

હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની આગાહી સમગ્ર રાજ્યભરમાં આપી છે. જેમાં આજથી ત્રણ દિવસ સુધી અમરેલી ઓરેન્જ એલર્ટ ઉપર છે મોડી રાતથી વરસાદનું આગમન થયું છે. ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે 3 દિવસ અતિ ભારે વરસાદ પડી શકે છે. જેને લઇને NDRFની 25 જવાનોની ટીમ તૈનાત કરાઇ છે.

એક ટીમ તૈનાત
ભૂતકાળમાં ચોમાસા દરમિયાન પુરની સ્થિતિ સર્જાઈ છે, જેને લઇને અમરેલી જિલ્લા વહીવટી તંત્ર પણ એક્સન મોડમાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા અમરેલીમાં NDRFની ટીમ તૈનાત કરી દેવાઇ છે. 25 જવાનો ખેડેપગે રહેશે અને જરૂર પડ્યે બચાવ કામગીરી કરશે.

અમરેલીના બાબરા પંથકમાં વરસાદ વરસ્યો
અમરેલી જિલ્લામાં મોડી રાતે બાબરાના કોટડા પીઠા, ઉટવડ સહિત મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વડીયા વિસ્તારમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...