અનેરી સિદ્ધી:ભંડારિયાના નવોદય વિદ્યાલયનું ધો.10 અને 12નું 100 % પરિણામ

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ છાત્રો ખાનગી કંપની દ્વારા ટ્રેનીંગ માટે પસંદ કરાયા

તાજેતરમાં જાહેર થયેલા સીબીએસસીના પરિણામમાં જવાહર નવોદય વિદ્યાલય અમરેલીનું ધો. ૧૦નું ૧૦૦% પરિણામ અને ધોરણ ૧૨નું પણ ૧૦૦% પરિણામ જાહેર થયુ છે. જિલ્લા કલેકટર મકવાણાનું સતત માર્ગદર્શન ઉપરાંત ક્ષેત્રીય કાર્યાલય કમિશનર બી વેંકટેશ્વરના સતત નિરીક્ષણ તથા વિનાયક ગર્ગ કમિશનર આઈ.એફ.એસ. નેતૃત્વમાં આ પરિણામ આવ્યુ છે. ભંડારીયા નવોદય વિદ્યાલયમાં ધોરણ ૧૦માં પ્રથમ સ્થાને કુમારી બંસી ચૌહાણ ૯૦.૭૧% સાથે ઉત્તીર્ણ થયેલ છે. જ્યારે ધોરણ ૧૨ માં કુમાર અકિલ સવાંટ ૯૩% સાથે પ્રથમ સ્થાને રહેલ છે. વધુમાં, ધોરણ ૧૦ અને ૧૨ નું 100 ટકા પરિણામ જાહેર થયેલ છે.

આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે વિદ્યાલયના અધ્યાપકોની સતત મહેનત અને પ્રત્યક્ષ પરોક્ષ સહયોગ આપનાર તમામની આ સિદ્ધિ છે એવું આચાર્યએ જણાવ્યુ હતું. વિદ્યાલયના આચાર્ય વિજયકુમાર બોસે જણાવ્યુ હતુ કે ધોરણ ૧૨માં અભ્યાસ કરતા માસ્ટર અકીલ અને પ્રાસુ હિરપરાએ જે.ઈ.ઈ. મેઇન્સ પાસ કરેલ છે અને જે.ઈ.ઈ. એડવાન્સ માટે ક્વોલિફાઇડ થયેલ છે. તદુપરાંત ત્રણ વિદ્યાર્થીઓનું હિન્દુસ્તાન કમ્પ્યુટર્સ લિમિટેડમાં પણ અભ્યાસ અને ટ્રેનિંગ માટે પસંદગી પામેલ છે.

અન્ય સમાચારો પણ છે...