પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતોને અપીલ:ખેતી અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે પ્રાકૃતિક ખેતી જ સર્વોતમ: રાજ્યપાલ

અમરેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજ્યપાલે અહી પ્રાકૃતિક ફાર્મ ખાતે ગાૈપુજન કરી જીવામૃત બનાવવાના પ્લાન્ટનુ લાેકાર્પણ કર્યુ હતુ. તેમણે પ્રાકૃતિક ફાર્મમા મુલાકાત લઇ ખેતીપાકાે વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. - Divya Bhaskar
રાજ્યપાલે અહી પ્રાકૃતિક ફાર્મ ખાતે ગાૈપુજન કરી જીવામૃત બનાવવાના પ્લાન્ટનુ લાેકાર્પણ કર્યુ હતુ. તેમણે પ્રાકૃતિક ફાર્મમા મુલાકાત લઇ ખેતીપાકાે વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.
  • અાેછા ખર્ચ, બમણી અાવક સાથે ઝેરી અાહારને બદલે પાેષણયુકત અાહાર મળશે
  • સાવરકુંડલા તાલુકાના ગણેગઢમાં કૃષિ શિબીર: કલેકટર સહિતના ઉપસ્થિત રહ્યાં

સાવરકુંડલા તાલુકાના ગણેશગઢમા અેક કૃષિ શિબિરમા બાેલતા રાજયપાલ અાચાર્ય દેવવ્રતજીઅે જણાવ્યું હતુ કે ખેતી અને ખેડૂતાેના સર્વાંગી વિકાસ માટે પ્રાકૃતિક ખેતી જ સાૈથી શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમણે અહી પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતાેને અપીલ કરી હતી.

ગણેશગઢમા રાજયપાલની અધ્યક્ષતા અને કેન્દ્રીય કેબીનેટ મંત્રી પુરૂષાેતમ રૂપાલાની ઉપસ્થિતિમા યાેજાયેલી અા શિબિરમા રાજયપાલે ખેડૂતાેને ગાય અાધારિત પ્રાકૃતિક ખેતીનુ મહત્વ સમજાવ્યું હતુ. પાેતે પણ સુભાષ પાલેકરની પધ્ધતિથી ખેતી કરતા હાેવાનુ જણાવી તેમણે કહ્યું હતુ કે ધરતીપુત્રાે હાલમા રાસાયણિક ખેતી તરફ વળ્યાં છે. જેનાથી ઉત્પાદન ઘટી રહ્યું છે. અને ખર્ચ વધી રહ્યાે છે. રાસાયણિક ખેતીને પગલે લાેકાે ગંભીર બિમારીઅાેમા સપડાઇ રહ્યાં છે. જાે ખેડૂતાે ગાય અાધારિત ખેતી તરફ વળશે તાે ઉત્પાદન પણ બમણુ થશે અને ખર્ચ પણ ઘટશે. સાથે સાથે ઝેરયુકત અાહાર ઉત્પાદિત થવાને બદલે પાેષણયુકત અાહાર ઉત્પાદિત થશે. અામ સરવાળે જગતનાે તાત સુખી થશે.

અહી તેમણે અેમપણ જણાવ્યું હતુ કે સરકાર અાવનારા સમયમા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતાેને વિશેષ લાભ અાપશે. નવી પધ્ધતિના પ્રયાેગથી પર્યાવરણનુ જતન અને જમીનની ફળદ્રુપતા વધવાની સાથે પાણીનાે વ્યય પણ ઘટશે. તેમણે કહ્યું હતુ કે મારી પાસે ઘણી દેશી ગાય છે. જેના છાણથી જમીનની ફળદ્રુપતામા ખુબ જ વધારાે થયાે છે. કેન્દ્રીય મંત્રી રૂપાલાઅે જણાવ્યું હતુ કે ખુદ રાજયપાલ ગાય અાધારિત ખેતી કરીને અાપણને માર્ગદર્શન અાપી રહ્યાં છે. તેમને અનુસરવુ જાેઇઅે. અા તકે પ્રગતિશીલ ખેડૂતાેને પ્રમાણપત્રાે અપાયા હતા. અહી સાંસદ કાછડીયા, પુર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણી, પ્રફુલભાઇ સેંજલીયા, જિલ્લા કલેકટર ગાૈરાંગ મકવાણા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...