તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરેશાની:રાજુલાના હિંડોરણાથી વિકટર સુધીનો નેશનલ હાઇવે બિસ્માર

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મસમાેટા ખાડા પડી જતાં વાહન ચાલકાે પારવાર પરેશાની

રાજુલા નજીકથી પસાર થતાે નેશનલ હાઇવે હિંડાેરણાથી વિકટર સુધી અતિ બિસ્માર બની ગયાે છે. અહી મસમાેટા ખાડાઅાે પડી ગયા છે. જેના કારણે અહીથી પસાર થતા વાહન ચાલકાેને મુશ્કેલી પડી રહી છે. તાે બીજી તરફ સીકસ લેનનુ કામ પણ ધીમી ગતિઅે ચાલી રહ્યું છે.હિંડાેરણાથી વિકટર સુધી હાઇવે ઉબડખાબડ જાેવા મળી રહ્યાે છે.

હાલ રાજુલાના પીપાવાવ, જાેલાપુર, નિંગાળા, ભેરાઇ ચાેકડી નજીક પણ માર્ગમા ખાડાઅાે પડી ગયા છે. અહીથી દિવસ રાત માેટી સંખ્યામા ભારે વાહનાે પસાર થતા હાેય છે. માર્ગ બિસ્માર બનતા અહીથી પસાર થતા વાહન ચાલકાેને અકસ્માતની ભીતી પણ સતાવી રહી છે. અા પ્રશ્ને રાજુલા પાલિકાના પુર્વ પ્રમુખ ચિરાગભાઇ જાેષી દ્વારા પણ તંત્રમા રજુઅાત કરવામા અાવી હતી.તેમણે રજુઅાતમા અેમપણ જણાવ્યું હતુ કે સીકસ લેન હાઇવે પણ બની રહ્યાે છે.

અન્ય સમાચારો પણ છે...