ક્રિકેટ ટુર્નામેન્ટ:જાફરાબાદમાં નર્મદા પ્રિમીયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

અમરેલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 પુરૂષોની ટીમ અને 5 મહિલાઓને ટીમ ભાગ લેેશે

જાફરાબાદ ખાતે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ ટાઉનશીપ ખાતે નર્મદા પ્રિમીયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ થયો હતો. અહી 5 પુરૂષોની ટીમ અને 5 મહિલાઓની ટીમ ભાગ લેશે. અલ્ટ્રાટેક સિમેન્ટ ટાઉનશીપ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદા પ્રિમીયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરાયુ છે.

યુનિટ હેડ અનીલ શુકલા અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમા ક્રિકેટ ટુર્નામેન્ટને ખુલ્લી મુકવામા આવી હતી. અહી પ્રથમ બાળકો દ્વારા પરેડ અને ડાન્સ પરફોમન્સ સાથે દબદબાભેર ઉદઘાટન કર્યુ હતુ. આ ટુર્નામેન્ટમા 5 પુરૂષ અને 5 મહિલાઓની ટીમ ભાગ લેશે.

આગામી તારીખ 2/12ના રોજ ફાઇનલ મેચ રમાશે. યુનિટ હેડ અનીલ શુકલાએ જણાવ્યું હતુ કે કોલોનીમા દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામા આવે છે. મનુષ્યના જીવનમા ખેલકુદનુ મહત્વ વધે તેમજ આપણા શારીરિક તથા માનસિક વિકાસમા ખેલકુદ ખુબ જ ઉપયોગી હોવાનુ તેમણે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...