• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Names Of Candidates Announced On 5 Seats, Patidar Face On Lathi Seat, Kaushik Vekaria Ticket On Amreli Seat, Hira Solanki Repeat

અમરેલી જિલ્લામાં ભાજપના 'મુરતિયા' જાહેર:5 બેઠક પર ઉમેદવારના નામ જાહેર કર્યા, લાઠી બેઠક પર પાટિદાર ચહેરો, અમરેલી બેઠક ઉપર કૌશીક વેકરીયાને ટિકિટ, હિરા સોલંકી રિપિટ

અમરેલી21 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણી માટે આજે ભાજપે પોતાના ઉમેદવારોનું પ્રથમ લીસ્ટ જાહેર કર્યું છે. જેમાં 160 બેઠક માટે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ત્યારે અમરેલી બેઠક ઉપર કૌશીક વેકરીયા, રાજુલા બેઠક ઉપર હીરા સોલંકી, લાઠી બેઠક ઉપર જનક તળાવયા, ધારી બેઠક ઉપર જે.વી.કાકડીયા અને સાવરકુંડલા બેઠક ઉપર મહેશ કસવાળાના નામની જાહેરાત કરવામાં આવી છે.
અમરેલી બેઠક ઉપર કૌશીક વેકરીયા
અમરેલી બેઠક ઉપર કૌશીક વેકરીયાને ટિકિટ આપવામાં આવી છે. અમરેલી તાલુકાના દેવરાજીયા ગામમાં સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાઇ આવ્યાં હતા. ત્યારબાદ માર્કેટિંગ યાર્ડમાં ડિરેકટર તરીકે ચૂંટાઈ આવ્યાં અને ત્યારબાદ તેમને ભાજપ સંગઠનમાં પ્રવેશ કર્યો અને જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે કામગીરી કરી હતી. છેલ્લે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મહત્વ પૂર્ણ કામગીરી કરી હતી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ તેમની કામગીરીની પ્રશંસા કરી હતી. અમરેલીમાં લોકપ્રિય નેતાની રાજકીય સફળના આધારે આજે ભાજપના ઉમેદવાર તરીકે સત્તાવાર તેમના નામની જાહેરાત કરી દેવામાં આવી છે.
લાઠી બેઠક ઉપર છેલ્લી ઘડીએ ફેરફારો થયા
લાઠી-બાબરા બેઠક ઉપર બાવકુ ઊંધાડનું નામ છેલ્લે સુધી ચાલતું હતું. જોકે, આજે વહેલી સવારે પાર્ટીના સમીકરણો બદલાય જતા બાવકુ ઊંધાડના બદલે લાઠી વિસ્તારના પાટીદાર યુવાન જનક તળાવયાને જવાબદારી સોંપી ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જનક તળાવયા અગાવ કોંગ્રેસ પક્ષમાં હતા.
ધારી-બગસરા વિધાન સભામાં ઉમેદવાર રિપિટ
ધારી-બગસરા વિધાનસભા બેઠક ઉપર ભાજપ દ્વાાર જે.વી. કાકડીયાને રિપિટ કરવામાં આવ્યાં છે. આ બેઠક પર 2017માં જે.વી.કાકડીયાએ દિલીપ સંઘાણીને હારનો સ્વાદ ચખાડ્યો હતો. જે બાદ 2020માં તેઓ ભાજપમાં જોડાયા હતા અને પેટા ચૂંટણીમાં ભાજપમાંથી ધારાસભ્ય બન્યા હતા. જેને ભાજપે ફરી રિપીટ કરી ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
રાજુલામાં હીરા સોલંકીને ફરી ટિકિટ
રાજુલા-જાફરાબાદ બેઠક ઉપર ભાજપે હીરા સોલંકીને ફરી ટિકિટ આપીને રિપિટ કર્યા છે. હીરા સોલંકી 20 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા હતા. જોકે, 2017માં તેમની હાર થઈ હતી. આજે ફરી 2022 વિધાનસભા ચૂંટણીમાં હીરા સોલંકીને ટિકિટ આપવામાં આવી છે. હીરા સોલંકી સમગ્ર રાજ્યના કોળી સેનાના પ્રમુખ છે અને પુરષોતમ સોલંકીના નાના ભાઈ છે.
​​​​​​સાવરકુંડલા બેઠક ઉપર જુના જોગીને પડતા મુકાયા
સાવરકુંડલા-લીલીયા બેઠક પર મહેશ કસવાળાને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પર સૌથી વધારે ભાજપના દાવેદારો હતા. તેવા સમયે ભાજપ દ્વારા પ્રવક્તા મહેશ કસવાળાને જવાબદારી સોંપી ઉમેદવાર તરીકે જાહેર કરી દેવાયા છે. મહેશ કસવાળા રાજુલા તાલુકાના સમુહખેતીના ગામના રહેવાસી છે અને સાવરકુંડલા-રાજુલા વિસ્તારમાં તેમનો લોક સંપર્ક વધુ છે અને સ્વચ્છ ચહેરો હોવાને કારણે જવાબદારી સોંપી દેવાય છે.

અન્ય સમાચારો પણ છે...