તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:નવનિર્મિત જિલ્લા પંચાયત બિલ્ડીંગનું નામકરણ કરો

અમરેલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડો. બાબા સાહેબ આંબેડકર નામ આપવા માંગ
 • લોક અધિકાર મંચ સહિત સંસ્થાઓ મેદાને

અમરેલીમા તાજેતરમા જિલ્લા પંચાયતનુ નવનિર્મિત બિલ્ડીંગ બન્યું છે. ત્યારે જિલ્લાના દલિત સમાજ તેમજ લોક અધિકાર મંચ સહિત સંસ્થાઓ દ્વારા આ બિલ્ડીંગનુ ડો.બાબા સાહેબ આંબેડકર નામકરણ કરવા માંગ કરવામા આવી છે.

લોક અધિકાર મંચ તેમજ જિલ્લાના દલિત સમાજના આગેવાનો દ્વારા માંગણી કરવામા આવી હતી કે જિલ્લા પંચાયતમા 34 સભ્યોની પાંચ વર્ષની ટર્મ તા. 21/12ના રોજ પુર્ણ થવા જઇ રહી છે. આખરી સામાન્ય સભા તા. 7/12ના રોજ થવાની હોય તેમા ડીડીઓ, પંચાયતના સભ્યો, પ્રમુખ, ચેરમેન સહિત હાજર રહેવાના હોય આ સામાન્ય સભામા જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગનુ ડો.બાબા સાહેબ આંબેડકર નામકરણ કરવામા આવે તેવી માંગણી કરવામા આવી હતી. આ ઉપરાંત જિલ્લાના તમામ કચેરીઓના અધિકારીની ચેમ્બરમા ડો. આંબેડકરના તૈલીચિત્ર મુકવાની પણ માંગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો