તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:નાગેશ્રીની પરિણીતાને સાસુ, સસરાએ લાકડી વડે માર માર્યાે

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પતિને સરકારી નાેકરી મળી જતા છુટાછેડા માટે દબાણ કરી દુ: ખત્રાસ ગુજારતા ફરિયાદ

અમરેલીના કેરીયાનાગસમા રહેતા અને જાફરાબાદ તાલુકાના નાગેશ્રીમા સાસરે સ્થિત અેક પરિણિતાને તેના સાસુ સસરાઅે લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ પતિઅે મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા અમરેલી મહિલા પેાલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.પ્રાપ્ત વિગત મુજબ, કેરીયાનાગસમા રહેતા હંસાબેન શિવરાજભાઇ વરૂ (ઉ.વ.38) નામના મહિલાઅે અમરેલી મહિલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના પતિ શિવરાજભાઇને લગ્ન બાદ સરકારી નાેકરી મળી જતા અાવક વધતા તેઅાેઅે છુટાછેડા માટે દબાણ કર્યુ હતુ.

અા ઉપરાંત સાસુ કમળાબેન કથુભાઇ અને સસરા કથુભાઇઅે બાેલાચાલી કરી લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. પતિઅે પણ તેને મારી નાખવાની ધમકી અાપી હતી. બનાવ અંગે પીઅાઇ અેમ.અે.સિંહ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...