તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યારા પાખંડી સાધુ:8 લોકોના હત્યારા સાથે રહેતી મહિલા ભેદી રીતે ગુમ

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઓમ આનંદગીરીની ફાઇલ તસવીર. - Divya Bhaskar
ઓમ આનંદગીરીની ફાઇલ તસવીર.
  • છતડીયાના હત્યારા પાખંડી સાધુ સાથે નેતાઓ, અધિકારીઓને પણ ઘરાેબાે હતાે : શહેરના નાના માેટા દરેક કાર્યક્રમમાં તેને આમંત્રણ મળતું
  • મહિલા હિન્દી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવતી" તી: આરોપીની પત્ની હાલ જેલમાં છે

રાજુલાના છતડીયામા આઠ-આઠ લાેકાેની ઘાતકી હત્યા કરનારાે શખ્સ સાધુનાે વેશ ધારણ કરીને રહેતાે હાેવાનુ ખુલતા આ વિસ્તારની ધર્મપ્રેમી જનતા પણ આંચકાે ખાઇ ગઇ છે. વાચાળ સ્વભાવના આ શખ્સે ટુંકાગાળામા નેતાઓ, અધિકારીઓ અને સાધુ સંતાે સાથે ઘરાેબાે કેળવ્યાે હતાે. તેની સાથે રહેતી મહિલા પણ પાછલા કેટલાક દિવસથી રહસ્યમય રીતે ગાયબ થઇ ગઇ હાેય અનેક તર્કવિતર્ક થઇ રહ્યાં છે.

હરિયાણાના હિસાર જિલ્લાના બરવાળાના પુર્વ ધારાસભ્ય રેલુ રામ પુનીયા તેની પત્ની સહિત આઠ પરીજનાેની તેના જ જમાઇ સંજીવ અને પુત્રી સાેનીયાએ તિક્ષણ હથિયારાેથી ઘાતકી હત્યા કર્યા બાદ બંને જેલમા ધકેલાયા હતા અને આજીવન કેદની સજા પડી હતી. જેલમાથી પેરાેલ પર છુટી નાસી ગયેલાે સંજીવ રાજુલા નજીક આશ્રમમા સાધુ બનીને રહેતાે હતેા જેને અંબાલા પાેલીસે મેરઠમાથી ઝડપી લીધાે હતાે. રાજુલાથી માત્ર એક કિમી દુર આવેલા છતડીયામા વીસેક વર્ષ જુના ખડેશ્વરીબાપુના આશ્રમમા આ શખ્સ પાછલા કેટલાક સમયથી મહંત તરીકે રહેતાે હતાે.

ખડેશ્વરીબાપુના અનુયાયીનાે દેહવિલય થયા બાદ આ શખ્સ અાેમ આનંદગીરી નામ ધારણ કરી આશ્રમમા આવ્યાે હતાે અને ટુંકાગાળામા નામના મેળવી હતી. આ વિસ્તારના રાજકીય નેતાઓનાે પણ તેમને ત્યાં આવરાે જાવરાે રહેતાે હતાે. તેણે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સારા સંબંધાે કેળવ્યા હતા. એટલુ જ નહી સામેથી જનસંપર્કની તેમની ટેવ હતી. જેને પગલે પાછલા કેટલાક સમયથી રાજુલા પંથકમા નાના માેટા કાેઇપણ કાર્યક્રમ હાેય તેમને મુખ્ય મહેમાન તરીકે અચુક આમંત્રણ મળતુ હતુ. સંજીવની પત્ની હાલમા જેલમા છે. પરંતુ અજાણી મહિલા સાધ્વી તરીકે તેની સાથે આશ્રમમા રહેતી હતી. જે હિન્દી અને ઇંગ્લીશ ભાષા પર પ્રભુત્વ ધરાવતી હતી. આ મહિલા પણઆશ્રમમાથી પાછલા ઘણા સમયથી લાપતા છે. જે અંગે અનેક તર્કવિતર્ક ચાલી રહ્યાં છે.

હરિયાણાનાે વતની હાેવાનું અનેક લાેકાેને કહ્યું હતું
જેલમાથી ભાગેલાે કેદી પાેતાની ઓળખ કાયમ છુપાયેલી રહે તેવુ ઇચ્છે તે સ્વાભાવિક છે. ઓમ આનંદગીરીએ પણ પાેતાની ઓળખ છુપાવી હતી. પરંતુ આ વિસ્તારમા લાેકપ્રિય બન્યા બાદ એટલાે બેફિકર થઇ ગયાે હતાે કે પાેતે હરિયાણાથી આવતાે હાેવાની વાત અનેક લાેકાેને કહી હતી.

ઉંચી ઉંચી વાતાેથી લાેકાેને ભરમાવતાે હતાે
હત્યારાે સંજીવ ઉર્ફે ઓમ આનંદગીરી જે પણ લાેકાેને મળતાે તેમને પાેતાને કેવા કેવા ઉચ્ચ રાજકીય નેતાઓ સાથે અંગત સંબંધ છે તેની ખાેટી વાતાે કરી પ્રભાવિત કરતાે હતાે. ઉચ્ચ રાજકીય નેતાઓ અને અધિકારીઓ મારી સાથે અભ્યાસ કરતા હતા. તેવી વાતાેથી પણ પ્રભાવિત કરતાે. લાેકાેને કહી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો