તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામકથાનો સમય:લોકડાઉનના આરંભે અટકેલી મોરારિબાપુની રામકથા હવે આગળ ધપશે

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
મોરારી બાપુની ફાઈલ તસવીર. - Divya Bhaskar
મોરારી બાપુની ફાઈલ તસવીર.
 • ત્રણ દિવસની કથા બાદ વિરામ અપાયો હતો: હવે બાકીના છ દિવસની કથા થશે: 20થી 25 એપ્રિલ સુધી આગળની કથા
 • કોરોના મહામારીને કારણે પ્રથમ વખત બે તબક્કામાં કથા

પુજય માેરારિબાપુએ તેના જીવનકાળમાં અગાઉ 842 રામકથા કરી, પરંતુ રાજુલાના રામપરામાં હોસ્પિટલના લાભાર્થે કરાયેલી 843મી કથા કયારેય ન થઇ હોય એવી કથા છે, કારણ કે તેમણે રામપરામાં કથા શરૂ કરી એ સમયે જ લોકડાઉન અને મહામારીનું બિહામણું રૂપ સામે આવતાં ત્રણ દિવસની કથા બાદ વિરામ આપી દેવાયો હતો. હવે 13 માસ બાદ બાકીના 6 દિવસની કથા આગામી 20 એપ્રિલથી આગળ ધપશે. બાપુની આ પહેલી કથા હશે, જે આટલા લાંબા સમયે અને બે તબક્કે પૂર્ણ થશે.

રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરના નામે ભવ્ય હોસ્પિટલનું નિર્માણ હાથ ધરાયું છે. આ હોસ્પિટલના લાભાર્થે અહીં પૂજ્ય મોરારિબાપુએ ગત માર્ચ માસમાં કથાનો આરંભ કર્યો હતો, પરંતુ આ રામકથા હજુ સુધી પૂર્ણ થઇ શકી નથી. રાજુલાના રામપરામાં ગત માર્ચ માસમાં આ કથાનું આયાેજન કરાયું હતું.

દેશમાં કોરોનાના કેસ ધીમે ધીમે વધી રહ્યા હતા અને સરકારે સાવચેતીનાં જુદાં જુદાં પગલાં ભરવાનું શરૂ કર્યું હતું. એવા સમયે 14મી માર્ચથી આ રામકથાનો આરંભ થયો હતો. એ દિવસોમાં મોટા મેળાવડાઓને સરકારે મંજૂરી આપવાનું બંધ કર્યું હતું, પરંતુ બાપુની રામકથાને અગાઉથી જ મંજૂરી અપાઇ ગઇ હતી, જેથી નિયત સમયે કથા શરૂ થઇ હતી.

અહીં બાપુએ ત્રણ દિવસ તો કથા શરૂ રાખી, પરંતુ મહામારીનું જોખમ જે રીતે સામે મોં ફાડીને ઊભું હતું અને મોટી સંખ્યામાં લાેકાે એકઠા ન થાય એ જરૂરી લાગતાં તેમણે ત્રણ દિવસ બાદ કથાને વિરામ આપી દીધો હતો. ભૂતકાળમાં આ રીતે મોરારિબાપુની કોઇ કથા શરૂ થયા બાદ અટકી ન હતી.

આવું પ્રથમ વખત બન્યું હતુ અને 20 માર્ચે તેમણે એવું જાહેર પણ કર્યું હતું કે લોકડાઉન પૂર્ણ થયા બાદ બાકી વધેલી કથાને આગળ ધપાવવામા આવશે. હાલમાં દેશમાં તમામ ગતિવિધિઓમાં છૂટછાટ મળી રહી છે, ત્યારે હવે આ રામકથાને પણ આગળ ધપાવવાનો નિર્ણય લેવાયો છે.

રામપરાના વૃંદાવન ધામ ખાતેથી આગળની કથા 20 એપ્રિલના રોજ શરૂ કરવામાં આવશે અને 25 એપ્રિલના રોજ પૂર્ણવિરામ આપવામાં આવશે. ચોથા દિવસની કથાથી અહીં શરૂઆત કરાશે. આયોજકો દ્વારા એ સમયે સરકારની ગાઇડલાઇન્સનું સંપૂર્ણ પાલન થાય એની વ્યવસ્થાનું અત્યારથી આયોજન હાથ ધર્યું છે. મોરારિબાપુની આ 843મી કથા હવે પૂર્ણ થશે.

અગાઉ ત્રણ દિવસ અને હવે છ દિવસની રામકથા
બે તબક્કે પૂર્ણ થનારી આ કથામાં અગાઉ 14થી 16 માર્ચ 2020 સુધી ત્રણ દિવસ યોજાઇ હતી, જયારે બાકીની કથા હવે છ દિવસ માટે 20થી 25 એપ્રિલ 2021 સુધી યોજાશે. અહીં કથાનો સમય સવારના 9:30થી બપાેરના 1:30 રહેશે.

આરાેગ્ય મંદિરના લાભાર્થે છે કથા
રાજુલાની નવી હોસ્પિટલ મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરના લાભાર્થે આ રામકથાનું આયોજન થયું હતું, જેને માનસ મંદિર નામ અપાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે બાપુએ તુલસીશ્યામમાં માનસ વૃંદા કથા કરી હતી.

એ સમયે પણ આરાેગ્યની ટીમ ખડેપગે રહી હતી
રાજુલામાં ગત માર્ચ માસમાં જયારે રામકથા શરૂ થઇ હતી એ સમયે પણ કથાના સ્થળે આરોગ્ય વિભાગની ટીમોને ખડેપગે રખાઇ હતી અને લોકોના આરોગ્યની ચકાસણી પણ કરવામાં આવતી હતી. સંભવત આગામી એપ્રિલ માસમાં પણ આવું જ દૃશ્ય જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો