ફાયર સેફ્ટી મામલે કાર્યવાહી:અમરેલી શહેરમાં ફાયર સેફ્ટી વિહોણા ત્રણ કોમ્પલેક્સને પાલિકાની ટીમે સીલ મારી દીધા

અમરેલી7 દિવસ પહેલા
  • ફાયર સેફ્ટી મુદ્દે બદરકારી દાખવનાર દુકાનદારો અને કોમ્પલેક્સના સંચાલકોમાં ફફડાટ

ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમરેલી નગરપાલિકાની ટીમે ફાયર સેફ્ટી મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં ત્રણ કોમ્પલેક્સમાં ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ હોવાથી નગરપાલિકાની ફાયરની ટીમ દ્વારા ત્રણેય કોમ્પલેક્સમાં સીલ મારી દેવામાં આવ્યા હતા. પાલિકાની કાર્યવાહીના કારણે ફાયર સેફ્ટી મામલે બેદરકારી દાખવનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

અમરેલી પાલિકાની કડક કાર્યવાહી
ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ આજે અમરેલી શહેરની નગરપાલિકા ફાયર વિભાગની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં તપાસ હાથ ધરતા કેટલાક કોમ્પ્લેક્ષ ધારકો પાસે સેફટી નહિ હોવાને કારણે સીલ મારી દેવાની કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી શહેરમાં સતત આગની ઘટનાઓ વધી રહી છે જેના કારણે ફાયર વિભાગ હરકતમાં આવી કાર્યવાહી શરૂ કરી છે. અહીં ફાયર સેફટી સુવિધા નહિ હોવાને કારણે કોમર્શિયલ કોમ્પ્લેક્ષને સીલ મારી દેવાની કાર્યવાહી કરાઈ હતી. જેમાં મધુરમ કોમ્પ્લેક્ષ ડાયમંડ,ગજેરા નિવાસ ડાયમંડ જે ડાયમંડ કારખાના આવેલા છે તેમજ બિલ્ડીંગમાં હાલ સિલિંગ કાર્યવાહી કરી છે. અમરેલી ફાયર વિભાગના ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરતા સમગ્ર અમરેલી શહેરમાં સેફટી નહિ રાખનાર લોકોમાં ફફડાટ ફેલાયો છે.

અગાઉ પણ અનેક જગ્યાએ કાર્યવાહી કરી હતી
અગાઉ પણ સૂચના આદેશ આપ્યા બાદ હજુ પણ કેટલાક કારખાનેદારો અને કોમ્પ્લેક્ષ ધારકો મોટી ઇમારતો સંચાલકો આ સેફટી સાધનો નહિ રાખતા ફરી ઝૂંબેશ શરૂ કરી છે અગાવ સ્કૂલ કોલેજ મોટા કોમ્પ્લેક્ષમાં સિલ આપી નોટિસો મારી કાર્યવાહી કરી હતી

અન્ય સમાચારો પણ છે...