તંત્ર નિષ્ફળ:ઓસવાળપા-ખત્રીવાડમાં ગંદકી દુર કરવામાં પાલિકા તંત્ર નિષ્ફળ

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગટર માટે રસ્તાે તાેડાયા બાદ નવાે રસ્તાે પણ બનાવ્યાે નથી

અમરેલીમા અાેસવાળપા અને ખત્રીવાડમા ભુગર્ભ ગટરના કામ માટે રસ્તા ખાેદી નખાયા બાદ તેની મરામત કરાઇ ન હાેય રસ્તા પર કાદવ કિચડના ગંજ જામી રહ્યાં છે. પાલિકામા અા અંગે વારંવાર રજુઅાત બાદ પણ અહી સફાઇ કરવામા અાવતી ન હાેય અને રસ્તાે બનતાે ન હાેય લાેકાેમા રાેષ છે.

અમરેલીના માેટાભાગના વિસ્તારમા ભુગર્ભ ગટરનુ કામ પત્યા બાદ નવા રસ્તા બનાવી દેવામા અાવ્યા છે. પરંતુ અહીના અાેસવાળપા અને ખત્રીવાડ તથા અાસપાસના વિસ્તાર સાથે જાણે અાેરમાયુ વર્તન રાખવામા અાવી રહ્યું છે. અહી ભુગર્ભ ગટર માટે રસ્તા ખાેદી તાે નખાયા પરંતુ નવા રસ્તા બનાવવાની દરકાર લેવામા અાવી નથી. નવાે રસ્તાે ન હાેવાથી જુના તુટેલા રસ્તા પર કાદવ કિચડ અને ગંદકીના થર જામી રહ્યાં છે. જુનાે તુટેલાે ફુટેલાે રસ્તાે ચાલવા લાયક રહ્યાે નથી. અને તેના પર ગંદકી અને કાદવના કારણે અા વિસ્તારના લાેકાેને અહી રહેવુ દુષ્કર થઇ પડયુ છે.

અન્ય સમાચારો પણ છે...