તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:અમરેલીની કોવિડ હાેસ્પિટલાેમાં ફાયર સેફટી અંગે પાલિકાએ સઘન ચેકીંગ કર્યું

અમરેલી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચેક લીસ્ટ મુજબ વેરીફિકેશન કરાયું, અપુરતી સુવિધા ધરાવતી હાેસ્પિટલાેને નાેટીસ અપાશે

ભરૂચ હાેસ્પિટલમા અાગની ઘટના બાદ અમરેલી જિલ્લામા પણ તંત્ર હરકતમા અાવ્યું છે. અમરેલી નગરપાલિકા દ્વારા અહીની જુદીજુદી કાેવિડ હાેસ્પિટલાેમા ફાયર સેફટીની સુવિધા અંગે સઘન ચેકીંગ હાથ ધરવામા અાવ્યું હતુ. સરકારે હાેસ્પિટલાે, હાેટેલ, ગેસ્ટ હાઉસ, રેસ્ટાેરન્ટ, જીનીંગ મિલાે, ફેકટરીઅાે વિગેરે સ્થળે સરકારની ગાઇડ લાઇન મુજબની ફાયર સેફટીની સુવિધાઅાે ઉભી કરી અેનઅાેસી મેળવવાનુ રહે છે.

તાજેતરમા હાેસ્પિટલાેમા અાગની ઘટના બાદ ફરી અમરેલી જિલ્લામા પાલિકાનુ તંત્ર અા અંગે હરકતમા અાવ્યું છે. અમરેલી નગરપાલિકાના અશાેક અાેતરાદી, કિરીટ કાબરીયા વિગેરે ચીફ અાેફિસર અેલ.જી.હુણ સાથે જાેડાઇ વિવિધ હાેસ્પિટલાેમા ચેકીંગ કરવા પહાેંચી ગયા હતા. અહી પાલિકા તંત્ર દ્વારા ફાયર સેફટીના ચેક લીસ્ટ મુજબ વેરીફિકેશન કરવામા અાવ્યું હતુ.

જે જે હાેસ્પિટલમા ચેકલીસ્ટ મુજબની ફાયર સેફટીનાે અભાવ હતાે તે હાેસ્પિટલને હવે તંત્ર દ્વારા નાેટીસ ફટકારવામા અાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો