કનેકશન કાપવાની કાર્યવાહી:અમરેલીમાં ફાયર એનઓસી ન લેનારા સામે પાલિકાની કાર્યવાહી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે સ્કુલના નળ કનેકશન કાપી નખાયા : હવે વીજ કનેકશન કાપવાની કાર્યવાહી પણ કરાશે

અમરેલીમા નગરપાલિકા દ્વારા ફાયર અેનઅાેસી ન લેનારા સામે કડક કાર્યવાહી કરવામા આવી છે. સ્કુલ, કાેલેજ, હાેસ્પિટલ, રેસ્ટાેરન્ટ તેમજ વાડી, પેટ્રાેલપંપ ધારકાેને જાહેર નાેટીસ બાદ માૈખિક તેમજ સ્થળપ્રત નાેટીસાે આપવામા આવી હતી. જાે કે તેમ છતા એનઓસી લેવામા ન આવતા આજે પાલિકાઅે બે સ્કુલના નળ કનેકશન કાપી નાખ્યાં હતા. શહેરમા જન સલામતી માટે બિલ્ડીંગાેમા અગ્નિશામક ઇન્સ્ટુમેન્ટ લગાડી સરકારની ગાઇડ લાઇન મુજબ સંબંધિત કચેરીમાથી મિલકત ધારકાેઅે ફાયર અેનઅાેસી મેળવવાનુ હાેય છે.

ફાયર અેનઅાેસી મેળવવા પાલિકા દ્વારા સંબંધિતાેને નાેટીસ ફટકારાઇ હતી. જાે કે તેમ છતા કાયદાનાે ઉલાળીયાે કરાતાે હાેય આજે પાલિકાઅે કડક કાર્યવાહી હાથ ધરી હતી. પાલિકા કમિશ્નર દ્વારા ચીફ અાેફિસરને તાકિદ કરવામા આવી હતી. જેને પગલે ઇન્ચાર્જ ચીફ અાેફિસર ડી.અેમ.પંડયા દ્વારા અાજે ટાઉન પ્લાનીંગ અધિકારી બંસીકુમાર રાડીયા, અશાેક અાેતરાદી, ચિરાગ ગજેરા, કિશાેર પટેલ, હારૂન બીલખીયા, વાઘેલા સહિત ટીમે ફાયર અેનઅાેસી નહી લેનાર વસંતબેન વ્યાસ હાેમિયાેપેથીક મેડીકલ કાેલેજ અને પાઠક સ્કુલના નળ જાેડાણ કાપી નખાયા હતા. આવતીકાલે અન્ય સ્કુલાે, દવાખાના ધારાકાે સામે નળ કનેકશન, ગટર જાેડાણ તેમજ લાઇટ કનેકશન કાપવા સહિતની કાર્યવાહી હાથ ધરવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...