હાલાકી:અમરેલીની ઇન્દિરા શાકમાર્કેટ અને પાર્કિગમાં કાદવ- કીચડનું સામ્રાજ્ય

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાકભાજીની ખરીદી કરવા આવતા લોકોને હાડમારી: યોગ્ય સફાઇ કરવા લોક માંગ

અમરેલીમાં ઈન્દીરા શાક માર્કેટમાં કાદવ- કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે. અહી બાજુમાં જ બાઈક માટે બનાવવામાં આવેલ પાર્કીંગમાં પણ ગંદકીના ગંજ જોવા મળે છે. માર્કેટમાં ખરીદી કરવા આવતા લોકોને ગંદકી અને કાદવ – કીચડથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાલિકા યોગ્ય રીતે અહી સફાઈ કરે તેવી વેપારી અને લોકોમાં માંગણી ઉઠી છે.

શહેરમાં ઈન્દીરા શાકમાર્કેટ પાસે પોલીસ અને નગપાલિકાએ ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે વાહન ચાલકો માટે પાર્કીંગની વ્યવસ્થા ઉભી કરી છે. તે સમયે અહી વેપાર કરતા લારીવાળાને પણ હટાવવામાં આવ્યા હતા. પણ હવે પાર્કીંગની યોગ્ય રીતે જાળવણી થતી નથી. અહી પાર્કીંગમાં ગંદકીના ઢગ સર્જાયા છે. જેના કારણે વાહન ચાલકો પાર્કીગમાં વાહન પાર્ક કરતા નથી. અને રસ્તા પર વાહન ઉભા રાખી ખરીદી કરવા માટે જઈ રહ્યા છે. જેના કારણે અહી ટ્રાફિકની સમસ્યા પણ વકરી છે. બીજી તરફ ઈન્દીરા શાકમાર્કેટમાં જતા રોડ પર પણ જ આવી જ સ્થિતિ છે. અહી વરસાદી છાંટા પડ્યા નથી. ને કાદવ – કીચડ જામી જાય છે. માર્કેટમાં લોકો ખરીદી કરવા પણ જઈ શકતા નથી. થોડા સમય પહેલા પાલિકા શાસકોએ અહી સફાઈ કરવા અને નવા રસ્તા બનાવવા માટે વેપારી એસોસીએશનને ખાતરી આપી હતી. પણ હજુ સુધી અહી કોઈ જ પ્રકારની કામગીરી થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...