તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજુલાની રેલવેની જમીનનો વિવાદ:સાંસદ નારણ કાછડિયા બોલ્યા-'રાજુલા શહેરમાં વિકાસ કામ થતા હોય તો મને અને ભાજપને શું વાંધો હોય?'

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમરેલીના સાંસદ નારણ કાછડિયા - Divya Bhaskar
અમરેલીના સાંસદ નારણ કાછડિયા
  • રાજુલા ન.પા.ને જમીન મળે તે માટે મેં 2020માં રજૂઆત કરી હતી-સાંસદ

અમરેલી જિલ્લામા આવેલ રાજુલા શહેરમાં રેલવેની જમીન મામલે રાજુલા નગરપાલિકા કોંગ્રેસ શાસિત અને કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા રેલવે સામે આંદોલન કર્યું હતું. જેમા ભાજપના સાંસદ નારણ કાછડીયા ઉપર સીધો આક્ષેપ ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા કરવામાં આવ્યો હતો તેની સામે આજે સાંસદ નારણ કાછડીયા દ્વારા વળતો જવાબ આપવામા આવ્યો છે.

અમરેલીના સાંસદ નારણ કાછડીયા એ સ્પષ્ટ કહ્યું છે કે, રાજુલા રેલવેની જગ્યા ઉપર બગીચો તથા વિકાસના કામો કરવા માટે રેલવે બોર્ડ તરફથી જમીન નગરપાલિકા રાજુલા ને ફાળવવામાં સ્થાનીક ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા છેલ્લા 15 દિવસથી આંદોલન કરવામાં આવી રહ્યું છે, આ જમીન નગરપાલિકા ને ન મળે તે માટે સાંસદ અને ભાજપ ના પદાઅધિકારીઓ તરફથી પ્રયત્નો કરવામા આવી રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

આજે અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા આ અંગે પોતાની અંગત પ્રતિક્રિયા આપતા કહ્યું અમરેલી સંસદીય વિસ્તારના વિકાસ માટે હું છેલ્લા 2009 થી સંસદસભ્ય તરીકે સતત પ્રયત્ન કરી રહ્યો છું ત્યારે રાજુલા શહેરનો વિકાસ થતો હોય તેમા મને કશો વાંધો હોય જ નહીં. વર્ષ 2020માં એટલે કે ગત વર્ષ મળેલ લોકસભા સત્ર દરમ્યાન રાજુલા શહેરને જમીન ફાળવવા મુદ્દે હું ખુદ રૂબરૂ રેલવે મંત્રી પિયુષ ગોયલ જી ને મળેલો હતો પરંતુ ભવિષ્યમાં આ જમીન અંગે રેલવે બોર્ડ તરફ થી આયોજન હોય જેથી રેલવે બોર્ડ આ જમીન ફાળવી શકે તેમ નથી તેવુ મને કહેવામાં આવેલ હતું.

આ અંગે વધુમા સાંસદ એ કહ્યું આગામી ટુક સમયમાં નગરપાલિકા ની ચૂંટણી યોજાવાની હોય જેથી કોંગ્રેસ જમીન મુદે ભાજપના નેતાઓને બદનામ કરી ફક્ત પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે. પણ રાજુલા શહેરના વિકાસ માટે રેલવે બોર્ડ તરફથી જમીન ફાળવવામાં આવે તો મને કે ભાજપના કોઈ પણ આગેવાન ને કોઈ જ વાંધો નથી અમે હમેશા વિકાસ અને જનતાની સાથે છીએ.

શું હતો સમગ્ર મામલો?
રાજુલા શહેરમાં આવેલી રેલવેની જમીન નગરપાલિકાને વિકાસ કામ માટે મળે તે માટે કૉંગ્રેસ શાસિત નગરપાલિકાના સત્તાધીશો અને કૉંગ્રેસી ધારાસભ્યો દ્વારા રજૂઆતો કરવામા આવી હતી. પરંતુ, રેલવે દ્વારા જમીનની ફાળવણી કરવાના બદલે ફેન્સિંગની કામગીરી હાથ ધરતા જ આંદોલનના મંડાણ થયા હતા. ભાજપના સાંસદ અને પદાધિકારીઓ આ જમીન રાજુલા ન.પા.ને ના મળે તે માટે પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...