દુર્ઘટના:અમરેલીના નવા ગીરિયામાં નેરામાં ડૂબી જતા યુવકનું માેત

અમરેલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતાજીના દર્શન કરવા જતા નેરા કાંઠે પુલ પાસે પગ લપસી પડ્યાે

અમરેલી તાલુકાના નવા ગીરીયામા રહેતાે અેક યુવક અહી અાવેલ ખાેડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા ગયાે હતાે ત્યારે નેરા કાંઠે પુલ પાસે પગ લપસી પડતા તેનુ પાણીમા પડી ડૂબી જતા માેત નિપજયું હતુ.

યુવકનુ નેરામા ડૂબી જતા માેત થયાની અા ઘટના અમરેલીના નવા ગીરીયામા બની હતી. પાેલીસ સુત્રાેમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા સુરેશભાઇ અરજણભાઇ પાટડીયા (ઉ.વ.35) નામનાે યુવક અહી અાવેલ ખાેડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયાે હતાે. અા દરમિયાન કાેઇ કારણાેસર પાણીના નેરા કાંઠે પુલ પરથી પગ લપસી પડતા તે નેરામા ખાબકયાે હતાે. જેને પગલે તેનુ પાણીમા ડૂબી જતા માેત થયુ હતુ.

બનાવ અંગે અરજણભાઇ લખમણભાઇ પાટડીયાઅે અમરેલી તાલુકા પાેલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ અેઅેસઅાઇ અે.જી.ગાેહિલ ચલાવી રહ્યાં છે.અત્ર ઉલ્લેખની છે કે, આ બનાવની પરિવારજનોને જાણ થતાં શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...