તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:નડાળા ગામે ફરજાની દિવાલ ધરાશાયી થતા મહિલાનું માેત

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બળદ દિવાલ સાથે અથડાતા જર્જરિત દિવાલ માથે પડી

બાબરા તાલુકાના નડાળા ગામની સીમમા અાવેલ અેક વાડીમા ફરજાની દિવાલ માથે પડતા મહિલાનુ માેત નિપજયું હતુ. દિવાલ ધરાશાયી થતા મહિલાના માેતની અા ઘટના બાબરાના નડાળા ગામની સીમમા બની હતી. અા અંગેની પ્રાપ્ત વિગત મુજબ, અહી વિઠ્ઠલભાઇ કાેટડીયાની વાડીઅે મુળ મધ્યપ્રદેશના સલાયામા રહેતા અને હાલ અહી ખેતમજુરી કામ કરતા ભુરીબેન બલવીર શેરહે (ઉ.વ.30) નામની મહિલા વાડીઅે ફરજામા રસાેઇ બનાવી રહી હતી. અા દરમિયાન અહી ફરજામા બળદાે પણ બાંધેલા હતા.

અચાનક બળદાે ભડકતા બળદ દિવાલ સાથે અથડાયા હતા. જાે કે દિવાલ ઘણા સમયથી બનાવેલ હાેય જર્જરિત હાેય દિવાલ ભુરીબેનની માથે પડતા તેમને કમર અને માથાના ભાગે ગંભીર ઇજા પહાેંચતા તેનુ માેત નિપજયું હતુ. બનાવ અંગે બલવીરભાઇ શેહરે બાબરા પાેલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ અેલ.અેમ.શ્રીમાળી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો