અકસ્માત:ચરખડિયા પાસે રીક્ષા પલટી જતાં મહિલાનું માેત

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવાર રીક્ષામાં બેસી કુંડલાના અાેળિયા જતાે હતાે ત્યારે સર્જાયાે

સાવરકુંડલા તાલુકાના અાેળીયામા રહેતાે અેક પરિવાર રીક્ષામા બેસીને તેના ગામ જતાે હતાે ત્યારે ચરખડીયા નજીક રીક્ષા પલટી ખાઇ જતા મહિલાને ગંભીર ઇજા પહાેંચતા તેમનુ માેત નિપજયું હતુ. જયારે અન્ય લાેકાેને નાની માેટી ઇજા થતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.રીક્ષા પલટી ખાઇ જતા મહિલાના માેતની અા ઘટના સાવરકુંડલાના ચરખડીયા નજીક પુલ પાસે બની હતી. અાેળીયામા રહેતા ભરતભાઇ હમીરભાઇ બગડાઅે સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા જણાવ્યું હતુ કે તેમનાે પરીવાર રીક્ષામા બેસીને અાેળીયા જતા હતા.

તેમનાે પુત્ર નિકુલ (ઉ.વ.27) રીક્ષા ચલાવી રહ્યાે હતાે. રીક્ષા ચરખડીયા નજીક પહાેંચી ત્યારે રીક્ષા પલટી ખાઇ જતા રંજનબેનને માથાના ભાગે ગંભીર ઇજા પહાેંચતા તેનુ માેત નિપજયું હતુ.જયારે રીક્ષામા બેઠેલા અન્ય લાેકાેને નાની માેટી ઇજા પહાેંચતા સારવાર માટે દવાખાને ખસેડવામા અાવ્યા હતા. બનાવ અંગે અેઅેસઅાઇ વાય.જી.રાઠાેડ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...