તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:સાવરકુંડલાના ધાર ગામમાં આર્થિક સંકડામણના કારણે માતા-પુત્રીએ ગળાફાંસો ખાધો

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિકરીનો પ્રસંગ નજીક આવતા આર્થિક સ્થિતિ ખુબ નબળી હોવાને કારણે પગલુ ભર્યું

સાવરકુંડલાના ધાર ગામે ખેડૂત પરિવારમાં આપઘાતની ઘટના સામે આવે છે. માતા-પુત્રીએ આર્થિક ભીંસમાં આવીને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં શોકમય માહોલ છે. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ધાર ગામમાં વહેલી સવારે હંસાબેન ખીચડિયા અને તેમની દીકરી ભૂમિકા કાંતિલાલ ખીચડિયાએ ઘરે સાડી વડે ગળાફાંસો ખાધો હતો. ઘટનાની જાણ થતાં સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત ઘટનાસ્થળે દોડી ગયા હતા. બન્નેના મૃતદેહોને સાવરકુંડલાની હોસ્પિટલમાં પી.એમ માટે ખસેડવામા આવ્યા હતા જ્યા તેમનું પી.એમ. શરૂ કર્યું હતુ જોકે ખેડૂત પરિવારના 2 સભ્યોએ આ પ્રકાર આર્થિક સંકડામણના કારણે પગલુ ભરી લેતા નાનકડા ધાર ગામમાં ભારે શોક છવાયો છે.

દીકરીનો લગ્ન પ્રસંગ નજીક આવતા ઝડપથી પગલુ ભર્યું નજીકના દિવસોમાં દીકરીના લગ્ન આવી રહ્યાં છે અને કોરોના કાળ તથા તાઉતે વાવાઝોડાના કારણે ભારે નુકસાન પહોંચ્યું હતું. જેથી ભીંસમાં આવીને ગળાફાંસો ખાધો હોવાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...