વિવાદ:અમરેલી બસ સ્ટેન્ડમાં ત્રણ શખ્સે માતા પુત્રને માર માર્યો

અમરેલી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેસ પાછો ખેંચી લેવાનંુ કહી બોલાચાલી કરી

મુળ સાવરકુંડલા અને હાલ રાજકોટ રહેતા એક મહિલા અને તેનો પુત્ર અમરેલી કોર્ટમા કામ સબબ આવ્યા હોય અને પરત રાજકોટ જતા હતા ત્યારે અહીના બસ સ્ટેન્ડમા એક મહિલા અને બે અજાણ્યા શખ્સોએ તેને કેસ પાછો ખેંચી લેવાનુ કહી ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા અમરેલી સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

મુળ સાવરકુંડલા અને હાલ રાજકોટ રહેતા મહિલાએ અમરેલી સીટી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ તેના પુત્ર સાથે અમરેલી કોર્ટમા કામ સબબ આવ્યા હતા અને પરત રાજકોટ ફરી રહ્યાં હતા ત્યારે અમરેલી બસ સ્ટેન્ડ પર બસમા ચડવા જતા એક અજાણી સ્ત્રી અને બે પુરૂષોએ તેની સાથે બોલાચાલી કરી હતી.આ ત્રણેય શખ્સોએ તેને કેસ પાછો ખેંચી લેવાનુ કહી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ બંનેને ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એમ.વી.મકવાણા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...