તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:જિલ્લામાં ખેતી, બાગાયતના સર્વેમાં મોટા ભાગના ખેડૂતો બાકી : કોટડીયા

અમરેલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરી સર્વે કરવા ભાજપના જ પૂર્વ ધારાસભ્યની માંગણી
  • ધારીમાં 1200 થી વધુ ખેડૂતોનો સર્વે બાકી હોવાથી અરજી કરાઇ છે

અમરેલી જિલ્લામાં વાવાઝોડામાં ખેતીપાક અને બાગાયત પાકમાં ભારે નુકશાન પહોંચ્યું છે. અહીં તંત્રએ અન્ય જિલ્લાના કર્મીઓની મદદ લઇ સર્વે કર્યો હતો. જેમાં મોટા ભાગના ખેડૂતો સર્વેથી વંચિત રહ્યા છે. ધારીના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાએ ફરી સર્વે કરવા મુખ્યમંત્રીને પત્ર લખી માંગણી કરી છે.

ધારીના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાએ જણાવ્યું હતું કે વાવાઝોડાના કહેરથી અમરેલી જિલ્લામાં ખેતી અને બાગાયત પાક નાશ થયો છે. સરકારે જાહેર કરેલી સહાય માટે તંત્રએ અન્ય જિલ્લાના ગ્રામસેવકોની મદદથી સર્વે કર્યો હતો. પણ તેને અમરેલી જિલ્લાની ભોગોલીક સ્થતિનો ખ્યાલ ન હતો. તેમજ જે સર્વે થયો છે. તેમાં પણ ગામમાં માત્ર માનીતા લોકોના સર્વે થયા છે. અન્ય ખેડૂતોને સર્વે થયો થઈ ગયો તેનો ખ્યાલ જ નથી. જિલ્લામાં ફરી સર્વે થાય તો નુકશાનીનો સાચો આંકડો બહાર આવશે. તાત્કાલિક ધોરણે લોકલ કર્મીઓને સાથે રાખી ફરી સર્વે કરવામાં આવે તેવી કોટડીયાએ માંગણી કરી હતી.

વધુમાં જણાવ્યું હતું કે ધારીમાં 1200થી વધુ ખેડૂતોએ સર્વે બાકી હોવાથી ખેતીવાડી કચેરીને અરજી કરી છે. આવી જ સ્થતિ અન્ય તાલુકામાં પણ જોવા મળે છે. તેમજ ફરજમાં બેદરકારી દાખવનાર કર્મીઓ સામે પગલા ભરવા જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...