મુશ્કેલી:લાઠી સિવીલમાં જ મચ્છરનો ઉપદ્રવ

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
આખા પટાંગણમાં ઝાડી ઝાખરા ઉગી નીકળ્યાં હોય યોગ્ય સફાઇ કરવા માંગ ઉઠી. તસવીર- વિશાલ ડોડીયા - Divya Bhaskar
આખા પટાંગણમાં ઝાડી ઝાખરા ઉગી નીકળ્યાં હોય યોગ્ય સફાઇ કરવા માંગ ઉઠી. તસવીર- વિશાલ ડોડીયા
  • હોસ્પિટલ ફરતે ઝાડી, ઝાખંરાથી ઉપદ્રવ વધતા દર્દીઓને મુશ્કેલી

લાઠી સિવીલ હોસ્પિટલના પટાંગણ ફરતે ઝાડી ઝાખરા ઉગી નીકળ્યાં હોય હાલ મચ્છરોનો ભારે ઉપદ્વવ જોવા મળી રહ્યો છે. જેના કારણે અહી સારવાર માટે આવતા દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. ત્યારે સફાઇની માંગ ઉઠી છે. હાલ ઋતુજન્ય રોગચાળો ચાલી રહ્યો છે.

લોકો શરદી, તાવ, ઉધરસની ઝપટે ચડી રહ્યાં છે. તેની વચ્ચે લાઠી સિવીલ હોસ્પિટલમા મચ્છરોનો ભારે ઉપદ્વવ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલના પટાંગણમા ઝાડી ઝાખરા ઉગી નીકળ્યાં છે. યોગ્ય સફાઇ થતી ન હોય આ સ્થિતિ જોવા મળી રહી છે.

અહી પ્રસુતિ વિભાગમા આવતી મહિલાઓ સહિત દર્દીઓ પરેશાની ભોગવી રહ્યાં છે. અહી યોગ્ય સફાઇ કરાતી ન હોય મચ્છરોના ઉપદ્વવથી અહી આવતા દર્દીઓ પરેશાની વેઠી રહ્યાં છે. હોસ્પિટલના આખા પટાંગણમા ઝાડી ઝાખરા ઉગી નીકળ્યાં હોય તાકિદે યોગ્ય સફાઇ કરવામા આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...