મતદાન:અમરેલી જિલ્લાની 391 ગ્રામ પંચાયત માટે 70.10 ટકાથી વધુ મતદાન

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડકડતી ટાઢમાં પણ મતદારાેએ સવારથી બુથ પર લાઇન લગાવી : ચુસ્ત બંદાેબસ્ત વચ્ચે શાંતીપુર્ણ રીતે થયું મતદાન
  • હવે આવતીકાલની મતગણતરી પર મીટ : સાૈથી વધુ જાફરાબાદ તાલુકામાં 75.83 ટકા મતદાન થયું
  • લીલિયામાં ત્રિપાંખીયાે જંગ 69.71 ટકા મતદાન

અમરેલી જિલ્લાની 391 ગ્રામ પંચાયત માટે આજે જિલ્લાભરમા ચુસ્ત બંદાેબસ્ત વચ્ચે શાંતીપુર્ણ રીતે મતદાન યાેજાયુ હતુ. જિલ્લાભરમા 70.10 ટકાથી વધુ મતદારાેએ પાેતાના મતાધિકારનાે ઉપયાેગ કર્યાે હતાે. સાંજના 5 વાગ્યા સુધીમા જ 67.19 ટકા મતદાન થઇ ગયુ હતુ. જનતાઅે શું ફેંસલાે આપ્યાે છે તે આવતીકાલે સ્પષ્ટ થઇ જશે.

છેલ્લા અેક પખવાડીયાથી ગ્રામિણ વિસ્તારમા રાજકીય ગરમાવા વચ્ચે ગ્રામ પંચાયતની ચુંટણીનાે માહાેલ જામ્યાે હતાે. આખરે અાજે મતદાન યાેજાતા સાંજના 6 વાગ્યા સુધીમા 70.10 ટકાથી વધુ મતદાન નાેંધાયુ હતુ. જાફરાબાદ તાલુકામા મતદારાેનાે ઉત્સાહ સાૈથી વધારે જાેવા મળ્યાે હતાે. કડકડતી ઠંડી વચ્ચે સવારે 7 વાગ્યે મતદાનનાે આરંભ થયાે હતાે. સરપંચ અને વાેર્ડ મેમ્બરાેને ચુંટવા માટે ગામે ગામ મતદારાેઅે બુથ પર કતાર લગાવી દીધી હતી.

ઉમેદવારાેઅે પણ પાેતાના ટેકેદારાે મતદાન કરે તે માટે હડીયાપાટી કરી હતી. અેકંદરે મતદાન શાંતીપુર્ણ માહાેલમા સંપન્ન થયુ હતુ. કલેકટર કચેરીના સુત્રાેઅે જણાવ્યું હતુ કે સાંજના 5 વાગ્યા સુધીમા 67.19 ટકા મત પડયા હતા. અને ત્યારબાદ પણ અેક કલાક સુધી મતદાન ચાલુ રહ્યું હતુ. પાંચ વાગ્યા સુધીમા 6.81 લાખ મતદારાે પૈકી 4.57 લાખ મતદારાેઅે પાેતાના મતાધિકારનાે ઉપયાેગ કર્યાે હતાે. 69.77 ટકા પુરૂષ મતદારાે અને 64.40 ટકા સ્ત્રી મતદારાે મતદાન માટે બહાર અાવ્યા હતા.

ત્યારબાદ માેડી રાત સુધી રીસીવીંગ સેન્ટર પર ચુંટણી ફરજ પરના સ્ટાફ પાસેથી મતપેટીઅાે અને ચુંટણી સાહિત્ય સ્વીકારવાની કામગીરી ચાલી હતી. મતપેટીઅાે સ્ટ્રાેંગરૂમમા સીલ થયા બાદ હવે મંગળવારે ખુલશે. બે ગ્રામ પંચાયતની પેટા ચુંટણીમા પણ 71.11 ટકાથી વધુ મતદાન થયુ છે.

ખાંભામાં 64.24 ટકા મતદાન
ખાંભા તાલુકાની 38 ગ્રામ પંચાયતની ચુંટણી માટે અાજે મતદાન યાેજાયુ હતુ. ખાંભામા 64.24 ટકા મતદાન થયુ હતુ. અહીની ત્રાકુડા ગ્રામ પંચાયતમા સાૈથી વધુ 86.07 ટકા અને સાૈથી અાેછુ ભુંડણી ગ્રામ પંચાયતમા 47.99 ટકા મતદાન થયુ હતુ. જયારે નાની ધારીમા 58.55 ટકા, ઇંગાેરાળામા 61.94 ટકા, અનીડામા 63.52 ટકા, જીકીયાળીમા 63.52, લાસામા 72.24 ટકા, પીપળવામા 73.30 ટકા, માેટા સરાકડીયામા 66.44 ટકા, સમઢીયાળામા 80.56 ટકા મતદાન નાેંધાયુ હતુ.

વડિયા તાલુકામાં 70.13 ટકા મતદાન
વડીયા તાલુકામા 36 ગ્રામ પંચાયતાેની ચુંટણી માટે અાજે મતદાન યાેજાયુ હતુ. અહી સવારથી જ મતદારાેમા ઉત્સાહ જાેવા મળ્યાે હતાે. અહી વૃધ્ધ, અશકત અને વિકલાંગ લાેકાેઅે પણ પાેતાના મતાધિકારનાે ઉપયાેગ કર્યાે હતાે. પાેલીસ દ્વારા પણ અહી ચુસ્ત બંદાેબસ્ત જાળવી રખાયાે હતાે. અહી સાંજ સુધીમા 70.13 ટકા મતદાન થયુ હતુ.

જિ. પં. કારાેબારી ચેરમેને સજાેડે મતદાન કર્યંુ
બાબરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે ત્યારે જિલ્લાના અગ્રણીઓ પણ પોતાના ગામમાં મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. જિલ્લા પંચાયત કરીયાણા બેઠકના મહિલા સભ્ય અને કારોબારી સમિતિના ચેરમેન જ્યોત્સનાબેન નીતિનભાઈ રાઠોડ દ્વારા તાલુકાના કીડી ગામે મતદાન કરી પોતાની ફરજ બજાવી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.

કોરોના ગાઈડલાઈનનો ઠેક-ઠેકાણે ભંગ
જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઠેકઠેકાણે કોરોના ગાઈડલાઈનનો ભંગ જોવા મળ્યો હતો. અહી ક્યાંક ખીચાેખીચ લાઈન તો ક્યાંક મતદારો અને કર્મચારીઓ માસ્ક વગર જોવા મળ્યા હતા. મતદાન કેન્દ્ર પરથી મતદારોને કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને માસ્ક અને હાથમા પહેરવાના મોજા પણ અપાતા હતા. છતાં પણ કોરોના ગાઈડલાઈનનો ભંગ જોવા મળ્યો હતો.દેશભરમાં કોરોનાના નવા વોરિયન્સ ઓમિક્રોનની દહેશત ઉભી થઈ છે. અત્યાર સુધીમાં દેશભરમાં આવા 100 કેસ નોંધાય ગયા છે. અમરેલી જિલ્લા વહિવટી તંત્ર પણ કોરોનાને લઈને સજ્જ જોવા મળે છે.

ધારીમાં સરપંચ પદના ઉમેદવારે સજાેડે મતદાન કર્યંુ
​​​​​​​ધારી ગ્રામ પંચાયતની ચુંટણીમા સવારથી જ મતદારાેેઅે ઉત્સાહભેર પાેતાના મતાધિકારનાે ઉપયાેગ કર્યાે હતાે. અહી સરપંચ પદના ઉમેદવાર સાેનલબેન પરેશભાઇ પટ્ટણીઅે પણ સજાેડે મતદાન કર્યુ હતુ.

ખાંભામાં મતદાન કરવા અાવેલા મહિલા પડી ગયા
​​​​​​​ખાંભામા કુમારશાળા ખાતે મતદાન મથક પર અેક મહિલા મતદાન કરવા માટે અાવ્યા હતા. અા મહિલા અચાનક પડી જતા 108 અેમ્બ્યુલન્સને જાણ કરાઇ હતી. ગણતરીની મિનીટાેમા 108 અહી પહાેંચી હતી અને મહિલાને સારવાર માટે ખાંભાના સરકારી દવાખાને ખસેડાયા હતા.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...