વરસાદ:અમરેલી જિલ્લાના 11માંથી 8 તાલુકામાં 50 % થી વધુ વરસાદ

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હજુ રાજુલા જાફરાબાદ, લીલિયામાં સિઝનનો 50 ટકા વરસાદ પણ થયો નથી

અમરેલી જિલ્લામા ઓણસાલ ચોમાસાની શરૂઆત પ્રમાણમા સારી રહી છે. જિલ્લાના 11માથી 8 તાલુકામા 50 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. પરંતુ ત્રણ તાલુકા એવા છે જયાં હજુ પુરો 50 ટકા વરસાદ થયો નથી.

જિલ્લામા સૌથી વધુ વરસાદ વડીયા તાલુકામા નોંધાયો છે. અહી સિઝનમા 79.24 ટકા વરસાદ થયો છે. અહી છેલ્લા ત્રીસ વર્ષનો રેકોર્ડ જોતા સરેરાશ 655મીમી વરસાદ પડે છે. જેની સરખામણીમા અત્યાર સુધીમા 519મીમી વરસાદ પડી ચુકયો છે. ત્યારબાદ જિલ્લામા સૌથી વધુ વરસાદ ખાંભા તાલુકામા 68.89 ટકા થયો છે. અહી સરેરાશ 659મીમીની સરખામણીમા 554મીમી વરસાદ પડી ચુકયો છે.

આ ઉપરાંત અમરેલી તાલુકામા 56.57 ટકા, સાવરકુંડલા તાલુકામા 60.46 ટકા અને બગસરા તાલુકામા 57.27 ટકા વરસાદ થયો છે. ચાલુ સિઝનમા જિલ્લામા સૌથી ઓછો વરસાદ જાફરાબાદ તાલુકામા થયો છે. અહી સરેરાશ 707મીમી વરસાદ પડે છે. તેની સરખામણીમા ચાલુ સાલે અત્યાર સુધીમા માત્ર 223મીમી એટલે કે 31.54 ટકા જ વરસાદ થયો છે. રાજુલા અને લીલીયા તાલુકામા પણ પુરો 50 ટકા વરસાદ પડયો નથી. ચોમાસાને હજુ બે માસ બાકી છે ત્યાં આ ત્રણ તાલુકામા વરસાદની ઘટ પુરાઇ જવાની ખેડૂતોને આશા છે.

અન્ય સમાચારો પણ છે...