તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમરેલી જિલ્લા પાેલીસવડા નિર્લિપ્ત રાય દ્વારા અાજે વ્યાજખાેરાેથી પિડીત લાેકાેને સાંભળવા માટે લાેકદરબારનુ અાયાેજન કરવામા અાવ્યું હતુ. જેમા 50થી વધુ પિડીત લાેકાે ફરિયાદ કરવા પાેલીસવડા સમક્ષ દાેડી ગયા હતા. જે પૈકી માેટાભાગના સાવરકુંડલા, ખાંભા, ધારી અને રાજુલા તાલુકામાથી અાવ્યા હતા.
અમરેલી જિલ્લામા પાેલીસે વ્યાજખાેરાેને સીધાદાેર કર્યા છે. પાછલા વર્ષેા દરમિયાન અનેક વ્યાજખાેરાેઅે અનેક લાેકાેનુ સર્વસ્વ છીનવી લીધુ છે. ગ્રામ્ય વિસ્તારમા વ્યાજખેાેરાેનાે ઉપદ્વવ સાૈથી વધુ છે. દર મહિને 2 થી 5 ટકા નહી પણ 20 ટકા સુધી વ્યાજ વસુલનારા માથાભારે શખ્સાે લાેકાેની જમીન, મકાન, દુકાન સહિતની મિલકતાે પચાવી પાડે છે. અાવા તત્વાેની શાન ઠેકાણે લાવવા અને દબાયેલા, કચડાયેલા વર્ગને ફરિયાદ કરવા માટે હિમત અાપવા લાેકદરબાર જેવા કાર્યક્રમનુ અાયાેજન થયુ હતુ.
લાેકદરબારમા અાવેલા લાેકાેની પાેલીસવડાઅે લેખિત ફરિયાદાે લીધી હતી અને અા દિશામા તપાસ શરૂ કરી હતી. તપાસના અંતે વ્યાજખાેરાે સામે ગુનાઅાે દાખલ કરવામા અાવશે. ખાસ કરીને સાવરકુંડલા, ખાંભા, ધારી અને રાજુલા પંથકમા વ્યાજખાેરાેનાે ઉપદ્વવ વધુ જાેવા મળ્યાે હતાે.
લેન્ડ ગ્રેબીંગ અેકટ નીચે અરજી અાપવા માર્ગદર્શન
અનેક અરજદારાેની જમીન અને મિલકતાે માથાભારે શખ્સાેઅે પચાવી પાડયાનુ સામે અાવ્યું હતુ. જેને પગલે અરજદારાેને નવા અમલમા અાવેલા લેન્ડ ગ્રેબીંગ અેકટ હેઠળ લેન્ડગ્રેબર્સ વિરૂધ્ધ અરજી અાપવા સમજ અાપવામા અાવી હતી.
લાેકાેને ફરિયાદ માટે અાગળ અાવવા વધુ અેક અપીલ
જિલ્લા પાેલીસવડાઅે અાજે વ્યાજખાેરાે અને લેન્ડગ્રેબર્સના ભાેગ બનેલા લાેકાેને વધુ અેક વખત અપીલ કરી જણાવ્યું હતુ કે અાવા લાેકાે સામે જે લાેકાે કાર્યવાહી કરવા માંગતા હાેય તેમણે મારી કચેરીઅે રૂબરૂ અાવી વિગતાે અાપવી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.