આંદોલન:અમરેલીમાં 250 કરતા વધુ વનકર્મી આજથી હડતાળ પર, દરેક રેન્જમાં માત્ર એક-એક RFO હાજર

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી 24 કલાકમાં આંદોલનના અન્ય કાર્યક્રમો જાહેર કરાશે

2022 વિધાન સભા ચૂંટણી નજીક આવી રહી છે અને તેવા સમયે રાજય સરકાર સામે આંદોલનો એક પછી એક વધી રહ્યા છે. જેના કારણે સરકારની મુશ્કેલીઓ પણ વધી રહી છે. બીજી તરફ છેલ્લા કેટલાક દિવસથી વનરક્ષકો દ્વારા તેમની ગ્રેડ પે સહિત વિવિધ માંગ સરકાર સમક્ષ મુકવામાં આવી છે. પરંતુ તેમનો કોઈ નિરાકરણ નહિ આવતા આજથી સમગ્ર રાજ્યમા હડતાળ ઉપર ઉતરી ગયા છે. ત્યારે અમરેલી જિલ્લામાં અલગ અલગ 3 ડીવીઝન આવેલ છે જેના તમામ વનકર્મચારીઓ આજથી અચોક્કસ મુદત સુધી હડતાળ પાડી દેવાય છે. જ્યાં સુધી નિર્ણય નહિ આવે ત્યાં સુધી કામગીરીથી અળગા રહેશે સરકારની કામગીરીનો બહિષ્કાર કરી દેવાયો છે જેના કારણે ઉચ્ચ અધિકારીઓની મુશ્કેલી વધી રહી છે.

અમરેલી ડીવીઝન, ધારી ગીર પૂર્વ ડીવીઝન,પાલીતાણા શેત્રુંજી ડીવીઝન હેઠળ આવતી તમામ રેન્જના ફોરેસ્ટરો,ગાર્ડ વિવિધ વનકર્મીઓ આજ સવારથી હડતાળ ઉપર જોવા મળી રહ્યા છે સરકાર સામે વનવિભાગના કર્મચારીઓ એ મોરચો માંડયો છે. ઉચ્ચ કક્ષાએથી સમજાવટનો પણ પ્રયાસ હાથ ધર્યો. પરંતું વનવિભાગના કર્મચારીઓએ આંદોલનના માર્ગ પસંદ કર્યો છે.

ગુજરાતમાં સૌથી વધુ સિંહો અમરેલીમાં છે
ગુજરાતની શાન ગણાતા સાવજોની સંખ્યા સૌથી વધુ અમરેલી જિલ્લામાં છે. પરંતુ અહીંના કર્મચારી ઓ દ્વારા અગાવ અવેદન પત્ર આપી ડીસીએફ સુધી લેખિત જાણ કરી હતી રાજય સરકાર દ્વારા હકારાત્મક જવાબ નહિ મળવાના કરણે આજથી તમામ કર્મચારીઓ રજા ઉપર ઉતરી અચોકસ મુદત સુધી હડતાળ ઉપર ઉતરી ગયા છે જેના કારણે વનવિભાગના સુરક્ષાકર્મીઓ ફિલ્ડમા નહિ જાય સિંહો સહિત વન્યપ્રાણીનો ઉપર મોનીટરીંગ પેટ્રોલિંગ પણ બંધ થયુ છે જેના કારણે સિંહો સહિત વન્યપ્રાણી ઉપર જોખમ વધી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન પણ બંધ થયા છે

માત્ર અધિકારીઓ જ હાજર
હાલ અમરેલી જિલ્લામાં DCF,ACF,RFO કક્ષાના અધિકારીઓ જ હાજર છે જેના કારણે સિંહો અથવા વન્યપ્રાણીની ઘટના સામે આવશે ઉચ્ચ અધિકારીઓ ને જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

અન્ય સમાચારો પણ છે...