તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:અમરેલીના છેવાડાના ગામ હનુમાન ખીજડીયામાં 22થી વધુનો મોત થતાં ગ્રામજનોએ શરૂ કર્યું કોવિડ કેસ સેન્ટર, અનેક દર્દીઓ લઇ રહ્યાં છે સારવાર

અમરેલી3 મહિનો પહેલા

કોરોનાની બીજી લહેરમા સૌરાષ્ટ્રમાં ગ્રામીણ વિસ્તાર તરફ વધુ સંક્રમણ ફેલાયું સાથે સાથે કોરોના સંક્રમિત બાદ સૌથી વધુ ગામડાના લોકોએ જીવ ગુમાવ્યા છે. આ કપરી સ્થિતિ વચ્ચે અમરેલી જિલ્લામાં વડિયાના હનુમાન ખીજડીયા ગામ જિલ્લાનું છેવાડાનું ગામ છે અહીં કોરોના બીજી લહેરમાં રીતસર ગામમાં કોરોના એ હાહાકાર મચાવતા 2000ની વસ્તી ધરાવતું આખું ગામ ફફડી ઉઠ્યુ હતુ. 22 જેટલા લોકોના મોત થતા ગામમાં દાતાઓ આગળ આવ્યા હતા અને ગામમાં જ એક કોવિડ સેન્ટર શરૂ કરી દીધું છે. આ કોવિડ સેન્ટરમાં માત્ર ગામના જ નહીં પરંતુ આસપાસના દર્દીઓ પણ સારવાર લઇ રહ્યાં છે.

વડિયાના હનુમાન ખીજડીયા ગામમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અહીં મોટાભાગના લોકોના પરિવારમાં સંક્રમિતના કારણે લોકો મૃત્યુ પામ્યા હતા. અહીં ગ્રામજનોના કહેવા પ્રમાણે 22થી વધુ લોકો સંક્રમિત થયા બાદ મોત થયા છે. આ કોરોના બીજી લહેરમાં આ ગામમાં ક્યારેક એક સાથે ત્રણ મોત તો રોજિંદા એક મોત આ પ્રકારના મોત થતા હતા. ત્યારબાદ સ્થિતિ વણસી 22 સુધી મોતનો આંકડો પહોંચતા ગામના લોકો માનવ જિંદગી બચાવવા આગળ આવ્યા હતા. ગામના જાગૃત યુવાનોની ટીમે ગામના દાતા ઓના સહાયોગથી 50 બેડનું કોવિડ સેન્ટર શરૂ કર્યું છે. ગત 26 તારીખએ કોવિડ સેન્ટર શરૂ કરાયું છે.

ડોક્ટરોની ટીમ પણ અહીં હાજર રહે છે. ઓક્સિજનની વ્યવસ્થા અલગ રૂમો પણ છે, સાથે 3 વખત જમવા માટે ખાસ વ્યસવ્થા કરાય છે. દર્દીઓ માટે એમ્યુલન્સ પણ રાખવામાં આવી છે જયારે મહત્વની વાત એ છે અમરેલી જિલ્લાના દર્દી તો આવે જ છે સાથે સાથે જૂનાગઢ રાજકોટ ગોંડલના ગામડાના દર્દીઓ પણ અહીં સારવાર લેવા આવી રહ્યા છે. આ કપરા સમયમાં ગામના કેટલાક યુવાનોની ફોજ આ કાર્ય કરવા માટે જોમ અને જુસ્સા સાથે સેવા કાર્ય કરી રહ્યા છે. ફ્રી કોવિડ સેન્ટર તો શરૂ કરાયું છે. ગામના લોકોએ જીવ ગુમાવ્યા બાદ સ્થતિ એટલી ખરાબ થઈ હોસ્પિટલોમાં જગ્યા ન મળે ત્યારે દાતાઓ અને ગ્રામજનો આગળ આવી ગામની સમાજ વાડીમાં કોવીડ સેન્ટર શરૂ કરી દીધું છે.

અમારા ગામ પર તો જાણે યમરાજ ત્રાટક્યા હતા હનુમાન ખીજડીયા ગામના સરપંચ સત્યમ મકાણીએ જણાવ્યું 26 એપ્રિલ થી શરુ કરયુ છે 50થી વધુ દર્દી ઓ સારવાર લઇ ગયા છે. કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ છે. અમારા ગામમાં યમરાજ ત્રાટક્યા હતા ક્યારેક 3ના મોત તો ક્યારેક 2 લોકોના મોત આવી રીતે મૃત્યુ થતાં ગામ આખું ડરી ગયું હતું. મારા પરિવાર પર પણ આફત આવી હતી પછી મને ખબર પડી કે બધા ઉપર આ આફત છે. કુલ 22 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે, અત્યારે ડોક્ટરની ટીમ પણ સારી એવી સેવા આપી રહી છે.

કુંકાવાવ તાલુકા પંચાયત ઉપપ્રમુખ જયસુખભાઇ ભુવાએ જણાવ્યું કે, અમારા ગામમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. કોઈના માતા-પિતા તો કોઈના ભાઈ. અનેક પરિવારોના આંગણા આ કારોનાના કારણે સુના પડ્યા છે, પરંતુ અત્યારે અમારા ગામમાં ખુબ સારી સુવિધા છે. આજુબાજુના લોકો અહીં સારવાર કરાવવા આવે છે. અહીં ફ્રી સારવાર મળી રહે છે. કોરોનાના કારણે અનેક લોકોના મોત થતાંપછી અમને વિચાર આવ્યો કે કોવિડ સેન્ટર શરૂ કરવું જોઇએ. કોવિડ સેન્ટર શરૂ કર્યા બાદ ઘણી રાહત થઇ છે.

હું 10 દિવસથી સારવાર લઇ રહ્યો છુંઃ દર્દી હનુમાન ખીજડીયા કોવીડ સેન્ટરમાં સારવાર લઈ રહેલા દર્દી અરવિંદભાઈ ભુવાએ જણાવ્યું છેકે, હું 10 દિવસથી સારવાર લઇ રહ્યો છું. અન્ય જગ્યાએ મને હોસ્પિટલમાં બેડ મળ્યો નહીં. અહીં હનુમાન ખીજડીયામાં મને ખુબ સારી સારવાર મળી અને ઓક્સિજન સહીતની વ્યવસ્થા છે. બહાર જવાની જરૂર પડે તો એમ્યુલન્સ પણ અહીં છે. જેથી બહાર પણ દર્દી જઇ શકે છે ભોજનની પણ સારી વ્યવસ્થા છે. હવે 2 દિવસમાં મને પણ રજા મળી જશે.

દર્દી ને તરબૂચ,નારયળ ત્રોફા,સહીત ફળ ફ્રૂટ પણ અપાય છે
દર્દી ને તરબૂચ,નારયળ ત્રોફા,સહીત ફળ ફ્રૂટ પણ અપાય છે
અન્ય સમાચારો પણ છે...