તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતો ચિંતાતુર:અમરેલી જિલ્લામાં 200થી વધુ ગામડા વાવણીથી વંચિત

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતાતુર, ભગવાન પાસે આશા

અમરેલી જિલ્લામાં 200થી વધારે ગામડાઓમાં વાવણી હજુ સુધી થઈ નથી. મોટા ભાગના ગામડાઓમાં વાવણી થઈ ગઇ પણ વરસાદ ખેંચાયો છે. જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

વાવાઝોડાના એક માસ બાદ પણ ખેતીવાડી વીજ પુરવઠો શરૂ થયો નથી. જેના પગલે ખેડૂતો વાવેતરમાં પિયત પણ કરી શકે તેવી સ્થતિ નથી. અમરેલી જિલ્લામાં મોટા ભાગે ચોમાસુ વાવેતરમાં કપાસ અને મગફળીનું વાવેતર થાય છે. અહીં મોટાભાગના વિસ્તારમાં ચોમાસાની શરૂઆતમાં જ 2 થી 5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. જેના કારણે 400 જેટલા ગામડામાં વાવણીનું મુહૂર્ત સચવાયું છે. પણ રાજુલાના 59, જાફરાબાદના 34, બાબરાના 18, સાવરકુંડલામાં 24, ખંભાના 19, વડીયા- કુંકાવાવના 20, ધારીના 30 સહિતના ગામડામાં અપૂરતા વરસાદ અને વીજળીના અભાવે વાવણી થઈ નથી.

આ તાલુકાના અન્ય ગામોમાં વાવણી થઈ ગઈ છે. જિલ્લામાં વરસાદ ખેંચાઈ રહ્યો છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. વાવાઝોડાના એક માસ બાદ પણ રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા અને બગસરા તાલુકામાં ખેતીવાડીની લાઈટના ઠેકાણા નથી. જેના કારણે ખેડૂતો વાવેતર અને ઓરવણામાં પિયત પણ કરી શકતા નથી. વીજતંત્રએ તો હાથ અધધર કરી દીધા છે. પણ હવે જગતના તાતને વરસાદની ભગવાન પાસે આશા બંધાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...