અમરેલી જિલ્લાના વડીયાના ઢોળવા ગામ પાસે એક આઈસર ટ્રક પલટી જતા ટ્રકમાં સવાર 20થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બાબરાના ગરણી ગામથી લગ્નની ઢગ લઈને ઢોલવા ગામ આવતા હતા ત્યારે ઢોળવા ગામ નજીક ટ્રક ડ્રાઇવર બેલેન્સ ગુમાવી દેવાના કારણે આ ટ્રક પલટી મારી ગયો હતો. જેના કારણે થોડીવાર માટે અફરાતફરી મચી હતી. અહીં 20 ઉપરાંત મુસાફરોને નાના મોટી ઇજાઓ થતા તમામ લોકોને સારવાર માટે વડીયા અને કુંકાવાવ બે 108ની ટીમ દ્વારા ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 4 જેટલા લોકોને વધુ ગંભીર ઇજા હોવાને કારણે અન્ય શહેરમાં વધુ સારવાર માટે રીફર કર્યા હોવાનુ પણ જાણવા મળી રહ્યું છે.
અકસ્માત થયા બાદ ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. જ્યારે મુસાફરો દ્વારા ગંભીર આક્ષેપ કર્યા હતો કે ટ્રક ચાલક નશો કરેલી હાલતમાં હતો. ત્યારબાદ પોલીસ પણ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે. જોકે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાય નથી, પોલીસ તપાસ તજવીજ ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.