બાળકોનું રસીકરણ:અમરેલી જિલ્લામાં વેક્સિનેશન મહા અભિયાનના પ્રથમ દિવસે 17 હજારથી વધુ બાળકોને રસી અપાઇ

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની 181 શાળાઓ, કોલેજો અને આઈટીઆઈ ખાતે આરોગ્ય કર્મીઓને વેક્સિન આપી

સમગ્ર અમરેલી જિલ્લામાં આજથી 15થી 18 વયજુથના કિશોરોને કોરોના પ્રતિરોધક વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેના અનુસંધાને આજે પ્રથમ દીવસે જ આરોગ્ય તંત્રના કર્મીઓ દ્વારા શાળાઓ, કોલેજો અને આઈટીઆઈ ખાતે 17 હજાર 50 કિશોરોને વેક્સિન આપવામાં આવી છે.

આરોગ્ય કર્મીઓ દ્વારા આઇટીઆઇ જાફરાબાદ ખાતેના 51 તાલીમાર્થીઓને અને આઈટીઆઈ રાજુલાના 47 તાલીમાર્થીઓને કોરોના સામે રક્ષણ આપતી વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...